________________
૧૯૫
વાતાવરણમાં ઉછરતા રહે છે. તેથી અનેક પ્રકારના જંતુઓ પેદા થાય છે અને રોગનો ઉપદ્રવ થાય છે. આ પ્રકારની ગંદકી કરવા માટે મેટાં શહેરેશમાં લોકો મ્યુનિસિપાલીટી તરફથી કરવામાં આવતી દંડની સજા વેઠે છે ખરા, છતાં તેમની ટેવા સુધરતી નથી. આ રીતે તેવા ગંદા લોકો જેમ પોતાની જાતને હાનિકારક નીવડે છે, તેમ પોતાનાં પડેાશીઓને પણ હાનિકારક નીવડે છે ખલકે નાગરિક તરીકેની પોતાની ફરજો નહિ સમજનારા એવા ઘણા લોકોનો સમુદાય આખા નગરના આરોગ્યને અગાવામાં સાધનભૂત અને છે! આવા લોકોની દેવા સુધારવાને યત્ન કરવા એ મેાટી સેવા છે. રેવ. ફ્લેમિંગ આ સંબધમાં એવું કહે છે કેઃ “દેશની આરેાગ્યને લગતી સ્થિતિ માટે સરકાર જેટલી જવાબદાર છે, તેટલા જ લોકો પણ જવાબદાર છે. આ બાબતમાં જે કાંઇ પ્રયત્ન કરવામાં આવે, તેમાં મદદ કરવાનું સામાન્ય લોકોના દિલમાં ઠસાવી શકાય નહિ, તો સરકારની ગમે તેવી સહાયતા પણ નિષ્ફળ જાય...જ્યાંસુધી સામાન્ય લોકો આ બાબતમાં સુસ્ત રહેશે, બેદરકાર રહેશે, જ્યાંસુધી ગટર અને મેારીનો ઉપયાગ જાજરૂ તરીકે થશે, જ્યાંસુધી ધરમાંથી કચરા કાઢી બીજા લોકોના ધર આગળ નાંખવામાં આવશે, જ્યાંસુધી સાર્વજનિક તળાવ લોકોજ ખગાડશે, ત્યાંસુધી કુટુંબનાં પ્રિયજન, કુટુંબનો નિભાવ કરનારના જીવને જોખમ રહેશે.” પોતે એક વ્યક્તિ હોવા છતાં સાર્વજનિક આરેાગ્યમાં કેટલા અગત્યનો હિસ્સા આપી શકે તેની સમજ લોકોમાં હેાતી નથી, તેથી જ લાકો આરોગ્યરક્ષણના સંબંધમાં અનેક પ્રકારના અપરાધો કરે છે. સાર્વજનિક કામેામાં તો લોકો બેદરકાર જ રહે છે. ગામડાંમાં સાર્વજનિક કૂવાએ અને કૂવાની આસપાસની જગ્યાએ બહુ જ કીચડવાળી, મચ્છર અને ડાંસથી ઉભરાતી હાય છે. લેાકેા ગમે તેવાં વાસણ કૂવામાંથી પાણી કાઢવા માટે ઉતારે છે, કૂવાની આસપાસ બેડાં માંજે છે, ઢારે પણ ત્યાંજ આવીને પાણી પીએ અને આસપાસ બધે કાદવ તથા ગંદકી જામે છે, અને કેટલેક ઠેકાણે પાણી પણ વાસ મારે છે. સૌ પાતપેાતાનું કામ કરીને ચાલ્યાં જાય છે પણ પાછળથી પાણી બગડતાં અને રોગના જંતુ પાણીમાં દાખલ થતાં લાકને અને ગામનાં ઢારને કેવી આપદા વેઠવી પડે છે તેનો વિચાર