________________
૧૭૩
જરૂર હોય છે અને સેવાધર્માએ તેની જાત કે કેમનો વિચાર કર્યા વિના જ તેની સેવા કરવી યુક્ત છે.
દુષ્ટાન્ત–જોસફ ડેમીયન નામનો જુવાન બેલ્જયમની એક કોલેજમાં અભ્યાસ કરીને ધર્મગુરૂનું પદ મેળવી ચૂકયો હતો. તેને દક્ષિણ સમુદ્રમાંના ટાપુઓમાં ધર્મપ્રચારક તરીકે જવાની આજ્ઞા થઈ દક્ષિણ સમુદ્રમાં જંગલી ટાપુઓમાં જવાનું એટલે કાળા પાણીની સજા સમજવી. પણ તે આ કામગીરીની વાત સાંભળીને ખૂબ આનંદ પામે. તે નાચતો-કૂદતો અને ખુશ થતો ટાપુઓમાં ગયે. ત્યાં તેણે ૩૩ વર્ષની ઉમર થતાં સુધી ધર્મપ્રચારનું કાર્ય બજાવ્યું. એક વાર ત્યાંના પાદરીને તેણે એમ કહેતાં સાંભળ્યો કે “અરેરે! મોલોકેઈનાં બિચારાં પતીયાં લોકો પાસે મોકલવા મારી પાસે અત્યારે કઈ પણ માણસ નથી. એ બિચારા દુઃખી છો એ ભયંકર રોગમાં સપડાઈ જઈ સડે છે.” આ સાંભળીને ડેમીયને માંગણી કરી કે “મને ત્યાં મોકલો.” ડેમીયન ત્યાં ગયો. તે એ સડતાં અને દુઃખી લોકોને ખરા જીગરથી ચાહવા લાગ્યો અને તેણે તેમને રહેણી કરણીમાં સુધાર્યા. ૧૬ વર્ષ સુધી એણે એ થતીમાં લોકોમાં નિવાસ કર્યો. તેમને માટે તેણે ઘર બંધાવી આપ્યાં. સારું પાણી પૂરું પાડયું. તેણે તેમના ભયંકર જખમોને પાટા બાંધ્યા, તેઓના મરણપ્રસંગે આશ્વાસન આપ્યું અને મરણ થતાં તેમને માટે કરે પણ ખોદી આપી. આખરે ડેમીયન પોતે પતના ચેપી રોગનો ભોગ થઈ પડયો. ડાકટરે તેને ચેતવણી આપી; પણ તેણે કહ્યું કે “આ ટાપુ છોડી જવાથી મારો રોગ મટી જાય, એમ કોઈ કહે તોપણ મારા પતીયા ભાઈઓનો ત્યાગ નહિ કરું.” છેવટે તે મૃત્યુને બિછાને પડ્યો. એક પાદરીએ તેને કહ્યું: “ગુરૂ! મને આપ આપનો ઝભ્ભો આપતા જશે ?”ડેમીયને કહ્યું: “ભલે લેજે, પણ એ પતના રેગથી નેર્યો ભરેલો છે.” પરન્તુ એ રોગી લોકોના સાચા સેવકનો પતથી ભરેલો ઝભ્ભો સ્વીકારતાં તેના શિષ્યને અપૂર્વ આનંદ થયો. (૭૪)
[વ્યક્તિગત આરોગ્યરક્ષણની સેવા બજાવવા વિષે કહીને હવે ગ્રંથકાર સમષ્ટિના આરોગ્યરક્ષણમાં સેવાધમ કેવી રીતે મદદગાર બની શકે તે વિષે જણાવે છે.]