________________
૧૭ર
નિવારણ કરી તેમની જરૂરીઆત પૂરી પાડવી એ સેવા અત્યંત મૂલ્યવતી છે. રોગી જનને આશીર્વાદ એ અત્યંત પવિત્ર મનાય છે, કારણકે તેના રોગનિવારણમાં જે કાંઈ સહાય કરવામાં આવી હોય છે, તે સહાય તેમની જીંદગી બચાવવા માટે ઉપયોગી થઈ પડતી હોવાથી તેમને જીવિતદાન મળ્યું તે માને છે અને જીવિતદાન એ મોટામાં મોટું દાન છે. રોગી જનોની સેવાને અર્થે શ્રીમંતો રૂગ્ણાલય–દવાખાનાં સ્થાપે છે કે જ્યાં રોગીઓની મફત સેવા કરવામાં આવે છે. એવાં કાર્યો તો શ્રીમતિ કરી શકે, પરંતુ રોગી જનોની સેવા કરીને સામાન્ય સ્થિતિના કે ગરીબ મનુષ્યો પણ મોટો ઉપકાર કરી શકે છે. કેટલીક વાર કોઈ એકલા અટૂલા રોગીને કોઈ ખોરાક તૈયાર કરી આપવા, તેની બરદાસ્ત કરવા કે તેને ઔષધાદિક લાવી આપવા માટે માણસ હોતું નથી. એવા રેગીની તેટલા પૂરતી જરૂરીઆત પૂરી પાડવાને તેને રાંધી આપવું. દવા લાવી આપવી કે તેની પથારી સુધારી–સાફ કરી આપવી એ પણ પરમ સેવાનું કાર્ય છે. મરકી જેવા મહામારીના વખતમાં વસતી ગામ છોડી જાય છે, તે વખતે ગરીબો પોતાનાં ઘર છોડવાની સ્થિતિ ધરાવતાં નથી અને તેથી કેટલીક વાર તેવાં માણસો દર્દાનો ભંગ થઈ પડે છે. એવાં દર્દીઓની માવજત કરવાને માણસો હોતાં નથી અથવાતો જે પડોશીઓ હોય છે, તેપણ ચેપવાળા દર્દથી ઘેરાએલા માણસની સેવા કરતાં તેઓ બીહે છે. આવા વખતમાં રોગીની સેવા કરવા માટે તત્પર થવું તેના જેવું ઉપકારનું કાર્ય ભાગ્યે જ બીજું કોઈ હશે. પરિચારક કે સેવકને અભાવે એવા વખતમાં કેટલાક દર્દીઓ ભૂખ્યા-તરસ્યા બિછાનામાં મરણ પામે છે અને તેમના મરણની ખબર પણ કોઈને હોતી નથી ! આ પ્રકારના દર્દીઓની સેવા ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે.
કેટલીક વાર દર્દીઓને આશ્વાસનની પણ મોટી જરૂર હોય છે. કેટલાક હલકી કેમના મનુષ્યો ઉંચી કેમવાળાએથી દબાયેલા, હણાયેલા અને ભુલાયેલા હોય છે અને તેઓ જ્યારે માંદા પડે છે ત્યારે વૈદ્યો, ડાકતરો કે દવાખાનાંઓ તેમની પૂરી દરકાર રાખતાં નથી; તેવાં મનુષ્યોને સેવાની પૂરી
_કાકા
ડી
છે