________________
અપંગેની સેવાનું ફળ, ભાવાથ– હે માનવ ! આ વખતે જે શરીરનાં બધાં અવયવો સંપૂર્ણ સુઘડ અને સુંદર મળ્યાં છે, પુષ્કળ સંપત્તિ, લાંબું જીવન–આયુષ્ય, તનદુરસ્તીનું સુખ અને શરીર અને મનનું વિપુલ બળ જે પ્રાપ્ત થયું છે તે બધું આગળના જન્માત્રમાં જે અપંગોની કરૂણાબુદ્ધિથી સેવા બજાવી છે તેનું જ ફળ છે એમ તું તારા મનમાં ખાત્રીથી માનજે. ફરી તેવાં સુખની ઈચ્છા હોય તો પુણ્યપ્રદાયિની તે જ અપંગ સેવા અહીં બજાવ. (૭૮)
વિવેચન—જેઓ પ્રારબ્ધ કર્મને અને પુનર્જન્મને માને છે તેઓ આ શ્લોકમાં કરવામાં આવેલા કથનનું રહસ્ય તત્કાળ સમજી શકશે. અનેક ભક કાર્યો પૂર્વ ભવમાં કરવાથી જીવ મનુષ્યદેહને પામે છે, તેટલા માટે જ જૈનશાસ્ત્રમાં કુછદો માણસો હો એમ કહેવામાં આવ્યું છે. મનુષ્યદેહ મળવા ઉપરાંત પાંચે પરિપૂર્ણ ઈ દિ મળે તે તો ગત ભવનાં પરમ પુણ્યકાર્યોને જ અવલંબીને હોય એ સમજી શકાય તેવું છે. જેવાં સારાં માઠાં કર્મો જીવ કરે છે તેના પ્રમાણમાં તે જીવ ઉંચા-નીચે ચડે છે–ઉતરે છે; એટલે પાંચ પરિપૂર્ણ ઇોિ પ્રાપ્ત કરનાર મનુષ્યના જીવે પૂર્વે તદનુરૂપ સત્કર્મો કરેલાં હોય એ નિઃસંશય છે. ગ્રંથકાર કહે છે કે આગલા જન્મજન્માંતરમાં જે અપની કરૂણાબુદ્ધિથી સેવા બજાવી હોય તેના જ ફળરૂપે પાંચે પરિપૂર્ણ ઈદ્રિયોની પ્રાપ્તિ મનુષ્યને થાય છે એવું સમજીને અપંગેની સેવા બજાવવામાં મનુષ્ય ઉઘુક્ત થવું જોઈએ.
દષ્ટાંત-વિપાક સૂત્રમાં આપેલી એકાઈ રાઠેડની કથા અત્ર પ્રાસંગિક થઈ પડશે. વર્ધમાન નામના ગામનો માલીક એકકાઈ રાઠોડ હતું. તે બહુ દુષ્ટ હતા. ખેડૂતો પાસેથી તે બહુ આકરી મહેસૂલ લેતો, લાંચ લેતો, કેને ડરાવતો, તેમને મારતો-કૂટતો, લોકોનાં અંગોપાંગ છેદીને તેમને ત્રાસ આપતો, રસ્તે જતા માણસોને લૂટી લેતો અને એ રીતે બહુ દુષ્ટ જીવન ગાળતો.એક વખત તેને શરીરમાં એક સાથે ૧૬ મહારોગ ઉત્પન્ન થયા. અનેક વૈદ્યોને બોલાવીને તેણે ઔષધોપચાર કર્યો પરંતુ રોગ મટયા નહિ. ૨૫ વર્ષ સુધી એ પ્રમાણે રોગનું કષ્ટ વિઠતો તે મરણ પામ્યો અને પહેલી નરકમાં