________________
૧૬૩
સેવાતત્પર મંડળને હસ્તે સહૃદય વ્યક્તિને હાથે સ્થપાવી જોઇએ એમ પણ તે સુચન કરે છે. ધનની આવશ્યકતા તો પ્રત્યેક કાર્ય માં રહે છે. સેવામુદ્ધિવાળા શિક્ષક મળે, તોપણ તેની આવિકા પૂરતું ધન તેને જોઇએ છે. તેટલા માટે ધનની જરૂર પડે તો પરાપકારી શ્રીમંતોએ જ તે પૂરી પાડવી એ તેમની ફરજ છે. શિક્ષકે સેવામુદ્ધિવાળા હાવા જોઇએ તે પૂર્વે પણ કહેવામાં આવ્યું છે. આવી શાળાઓની સ્થાપના વિના સ` કાઈ બાળક કે બાલિકા સુધી ધા`િક કેળવણીને પહોંચાડવાનું અશક્ય થઈ પડે છે. વ્યાવહારિક કેળવણી માટેની શાળાઓમાં નીતિની કેળવણી આપવાની ખાખત ઉપર ભાર મુકાય છે, પરન્તુ ધર્મના પાયા વિનાનું નીતિનુ શિક્ષણ વિદ્યાર્થીના જીવન સાથે એતપ્રેાત થતું નહિ હાવાથી જૂદુધશિક્ષણ અપાવાની જરૂરીઆત રહે છે અને તેટલાજ માટે જૂદી ધામિક શાળાઓની હિમાયત અત્ર કરવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓને રાજ થાઅે વખત ધર્મો તથા ધર્મ સાથે સંકળાયલી અચલ નીતિનું શિક્ષણ મળવા પામે. (૯)
[ હવે ધાર્મિક કેળવણી માટેની અભિરુચિ વિદ્યાર્થી એમાં તેમ જ તેમનાં માબાપેામાં ઉત્પન્ન કરવાની આવશ્યકતા નિમ્ન શ્લાકમાં સૂચવવામાં આવે છે.] धर्मशिक्षणाभिरुचिसम्पादनम् । ७० ॥
तत्तद्धर्मपरायणाः सुगृहिणः सर्वेऽपि विद्याकृते । प्रेष्येयुस्तनु जान्निजान् प्रतिदिनं काले यथानिश्चिते ॥ न स्यात्कारणमन्तरैक दिवसः शून्यो यथा पत्रके छात्रे तत्पितरौ तथाविधरुचिं सम्पादयेतामुभौ ॥
ધાર્મિક શિક્ષણની અભિરૂચિ ઉત્પન્ન કરવી. ભાવા —પાતપેાતાના ધર્મમાં પરાયણ એવા સર્વ ગૃહસ્થા પોતાનાં બાળકાને દરરોજ નિયમિત વખતે શિક્ષણ લેવાને શાળામાં મેાકલે તે એટલે સુધી કે હાજરીપત્રકમાં ખાસ કારણ સિવાય એક દિવસ પણ શૂન્યમાં ન પડે અર્થાત્ એક દિવસની પણ ગેરહાજરી ન ગણાય તેવા પ્રકારની રૂચિ ખળકામાં અને તેમનાં માબાપોમાં યત્નથી ઉત્પન્ન કરવી. (૭૦ )