________________
૧૬૯
શબ્દા ભાવા શુદ્ધ ઉચ્ચાર તાપ વગેરેની તપાસ કરવી જોઈ એ. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉંચે નબરે પાસ થાય અને જેમની સરેરાશ સારી હાજરી રહેતી હાય તેમનો અને ખીજાઓના ઉત્સાહ વધે માટે તેમને ઉચિત ઇનામેા આપવાં જોઇએ. શિક્ષણના પરીક્ષણ વિના તેનું સંગીનપણું સમજાતું નથી, તેટલા માટે પરીક્ષાની ક્રમિક પદ્ધતિએ કામ લેવામાં આવવું જોઈ એ અને વિદ્યાર્થી ઉચ્ચ શ્રેણીનું મૂલ્ય સમજતાં શીખે તેમ જ તેનો અભ્યાસનો ઉત્સાહ વધે તેટલા માટે તેને પરિતાષિક આપવાની પ્રચલિત રૂઢિનું સમન આ શ્લોકમાં કરવામાં આવેલું છે. (૭૨)
[ હવે ધાર્મિક શિક્ષણ વિદ્યાર્થિઓને આપવા માટે કેવાં પુસ્તકો જોઇએ તેનું કથન કરવામાં આવે છે. ]
धार्मिकशिक्षणपुस्तकमाला | ७३ ॥
रम्या नीतिकथा महात्मचरितान्याचारगर्भाणि वा । तत्त्वं यत्र सयुक्तिकं सरलया रीत्या निबद्धं भवेत् ॥ भाव्यं तादृशपुस्तकैरभिनवैः सद्धर्मशिक्षोचितै । निर्मेयानि च तानि पण्डितवरैः सेवार्थिभिः सेवकैः ॥
ધાર્મિક શિક્ષણ માટેનાં પુસ્તકો,
ભાવા —જેમાં નીતિની નાની નાની રમણીય કથાઓ હાય, આચારગર્ભિત મહાત્મા પુરૂષાનાં ચરિત્રા હાય, ધર્મના સિદ્ધાંતા અને તત્ત્વ યુક્તિપૂર્વક સરલ રીતિએ લખાયેલ હોય, તેવા પ્રકારનાં ધાર્મિક શિક્ષણનાં નવીન પુસ્તકા હેાવાની પ્રથમ જરૂર છે. તેવાં પુસ્તકા તૈયાર ન હેાય તા સેવાના ઉમેદવાર લેખા અને પિતાએ બાળકેાને રસ પડે તેવી રીતિમાં લખી તૈયાર કરવાં જોઈ એ. (૭૩)