________________
કે બાહ્ય વિશિષ્ટતાઓને ગ્રહણ કરવા જેવું અનુદાર ન બને અને જ્યારે એ ઈષ્ટ ગુણોથી યુક્ત ચરિત્ર બને તેવું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે, ત્યારે જ એ સાચું ધાર્મિક શિક્ષણ કહેવાય. આટલા માટે જ મીસીસ બેસંટ ધાર્મિક કેળવણીના સંબંધમાં કહે છે કે-“વિદ્યાથીઓને ધાર્મિક બનતાં શીખ, પરંતુ સ્વમતના કદાગ્રહી બનાવશે નહિ. તેમને શુદ્ધ શ્રદ્ધાવાળા બનાવે, પરતુ ધર્માંધ બનાવશે નહિ. તેમને સ્વધર્મનિરત બનાવજે, પરંતુ તેમના બીજા દેશબંધુઓના ધર્મોને ઉતારી પાડતાં કે ધિક્કારી કાઢતાં શિખવશે નહિ. ધર્મને એક બીજાની વચ્ચે ઐક્યસંધાન કરનારું બળ બનાવો, પરંતુ તેમનામાં ભિન્નભાવ વધારવાનું સાધન ધર્મને બનાવશો નહિ. ધર્મને પ્રજામાં રાષ્ટ્રીયત્વ પેદા કરનાર બનાવો પરંતુ પ્રજાને ભાંગી ભૂકો કરી નાંખે તેના સાધનરૂપ ધર્મને બનાવશે નહિ. ધર્મને શિષ્ટ સગુણનું સ્તન્ય પાન કરાવનારી માતા બતાવો, અને નીતિનું પિષણ આપનારી પરિચારિકા તથા શિક્ષણ આપનાર ગુરૂ બનાવ.” જે ધાર્મિક કેળવણીથી આ હેતુઓ સધાય તો જ તે ઈષ્ટ ફળ આપનારી લેખાય. આવું શિક્ષણ આપવા માટે ગ્રંથકારે સુચરિત્રશાલી શિક્ષકોની પણ યોગ્ય રીતે આવશ્યકતા બતાવી છે. (૧૮)
[હવે ધાર્મિક શિક્ષણને અર્થે ધાર્મિક શાળાઓની આવશ્યક્તા દર્શાવવામાં આવે છે.)
धार्मिकशालास्थापना । ६९ ॥ तस्माद्धार्मिकशिक्षणोच्छयकृते विद्यार्थिवर्गेऽमले। सेवातत्परमण्डलेन सुहृदा स्थाप्याः सुशालाः पुनः॥ अत्रोदारधिया परार्थधनिभिः सेवा विधेया श्रिया । देयं शिक्षणमुत्तमं स्वयमलं सेवार्थिभिः शिक्षकैः॥
ધાર્મિક શાળાઓની સ્થાપના. ભાવાર્થ–તેટલા માટે સેવાના ઉમેદવાર મંડળે કે એક વ્યક્તિએ નિર્મલ વિદ્યાર્થીવર્ગમાં ધાર્મિક શિક્ષણની ઉન્નતિ થાય તેવી ધાર્મિક શાળા