________________
૧૬૦ વિવેચન–પૂર્વ કલેકમાં જે હેતુપુરસર ધાર્મિક કેળવણીની હિમાયત કરવામાં આવી છે તે હેતુ આ લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જુવાનોને ભવિષ્યના સારા નાગરિકો કરવા એ કેળવણીનો પરમ હેતુ છે અને તેટલા માટે શિષ્ટમિનનોતિં સુરતં અર્થાત–શિષ્ટ જનો–ઉત્તમ નાગરિકોને ઉચિત સચ્ચારિત્ર્યનું ગઠન થવા પામે તેટલા માટે વિદ્યાર્થીઓને કેળવણી આપવી જોઈએ. સચ્ચારિત્ર્યનો આ પરમ હેતુ દર્શાવ્યા બાદ ગ્રંથકાર એ હેતુ પાર પાડવાને કેળવણીના વિશિષ્ટ ગુણોનું સૂચન કરે છે કે-સચ્ચારિત્ર્ય ખીલે એટલે વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય શુદ્ધ, નિવ્યસન, સ્વધર્મમાં પ્રેમયુક્ત, નીતિથી યુક્ત, ઉન્નત બને અને બુદ્ધિ નિર્મળ થાય, શ્રદ્ધા શુદ્ધ થવા પામે, તત્ત્વજ્ઞાન મળતું જાય, એવી કેળવણી સારા શિક્ષકો દ્વારા આપવામાં આવવી જોઈએ. સચ્ચારિત્ર્યની ખીલવણીનો પરમ હેતુ સાધવાને વિદ્યાર્થીઓને અપાતી સામાન્ય કેળવણીની સાથે આવા ગુણોવાળી વિશિષ્ટ કેળવણી અર્થાત ધાર્મિક કેળવણી પણ આપવી જોઈએ. પૂર્વે કહ્યું છે તેમ જ સાચી નીતિનું જ્ઞાન વિદ્યાર્થીઓને થાય નહિ, તો તેઓ સુચરિત બને નહિ અને સાચી નીતિને પાય-આધાર કેવળ ધર્મ જ હોવાથી ધાર્મિક કેળવણીથી યુક્ત બીજી કેળવણી અપાવી જોઈએ; અને ત્યારે જ વિદ્યાર્થી શિષ્ટ જન બને–સારો નાગરિક બને– સુચરિત શહેરી બને અને ઐહિક આમુમિક કલ્યાણ સાધી જનતાના કલ્યાણને પણ પથદર્શક બને. આ ધાર્મિક કેળવણી એવી હોવી જોઈએ કે જેથી જુવાન વિદ્યાર્થીઓનું ચારિત્ર વિશુદ્ધ બને–નહિ કે કોઈ પણ રીતે પિતાને જ લાભ સાધવા માટેની કુશળતાવાળું બની રહે, નિર્વ્યસન બને– નહિ કે જીવનને પતિત કરનારાં અનિષ્ટ વ્યસનોવાળું બને, સ્વધર્મપરાયણ બનેનહિ કે સ્વમતદાગ્રહી બને, નીતિના આશ્રયવાળું અને ઉન્નત બનેનહિ કે લોકોની વહેવારૂ–ચલવિચલ નીતિનો આધાર લઈને વાસ્તવિક રીતે પતિત બને, શુદ્ધ શ્રદ્ધાવાળું બને–નહિ કે ધર્મધ બનીને બીજાઓની પણ ઉપદેશવિશિષ્ટતાને તિરસ્કારી કાઢે, નિર્મળ બુદ્ધિવાળું બને-નહિ કે વિદ્યા વિવાર બને છે તેમ વિદ્યાનો ઉપયોગ કુમાર્ગ કરવા જેવી દુર્મતિવાળું બને અને છેવટે ચરિત્ર તત્ત્વગ્રાહી બને–તત્ત્વને છેડીને માત્ર ઔપચારિકતા