________________
૧૫૮
યાતા દુષ્કૃત્ય તરફ પગલાં ભરતાં તેમને કાઇ અટકાવનાર નથી, તેથી સ્વચ્છ ંદપણે ઉદ્દત થએલા તે મંદ પુરૂષા તેમની ખાદ્ય ઈચ્છા પ્રમાણે ગમે તે દુષ્કૃત્ય કરવામાં તત્પર થાય છે. જૂદા જૂદા સયાગામાં, સંસ્કારામાં, ખાદ્ય વસ્તુસ્થિતિમાં મનુષ્યા ઉછરે છે અને તેને અનુરૂપ તેની ચિત્તિ સ્વરૂપ પકડતી જાય છે, તેથી કાઇ પણ કાર્ય કરતાં તેની ચિવૃત્તિ જે કાંઈ અવાજ કરે છે તે અવાજ તેને ભલે શુભ દેખાતા હોય પરન્તુ જગતની સમાન્ય નીતિમાં તે શુભ હાતો નથી. એક ખ્રિસ્તી ધર્મગુરૂએ એક બીજા ધર્મગુરૂને એક વાર જવાબ આપ્યા હતા કે “તું તારા અંતરાત્માના અવાજ પ્રમાણે જ ભલે વ્રતો હાય, પરન્તુ તારે એટલી સંભાળ રાખવી જોઇએ કે તારા અંતરાત્મા કદાચ એક મૂખને અંતરાત્મા ન હોય.” આ કારણથી ચિદ્ઘત્તિના અવાજતેજ નીતિ તરીકે માનવાના સિદ્ધાન્ત સ્થાપવા એ યેાગ્ય નથી. ત્યારે જેથી ઘણા માણસાનું હિત થાય, ભલે તેથી ઘેાડાનું અહિત પણ થાય, તે નીતિ હાઈ શકે કે કેમ? જગતમાં ઘણા માણસા આ નીતિથી વવાનું પસંદ કરે છે, પરન્તુ ધણા માણસાનું શાશ્વત હિત થાય એવા મા જો અચળ માર્ગ ન હાય તો તે એક સિદ્ધાંત બની શકે નિહ. આજે થાડેા દગા કરવાથી એક મોટું સામ્રાજ્ય આપત્તિમાં પડતું ખેંચી જાય એવું બની શકે, પરન્તુ તેથી એ પ્રકારના દગા કરવા એજ સમાન્ય નીતિ હોઈ શકે નહિ, કારણકે એવા દગા કરવાની નીતિ જો સમાન્ય સિદ્ધાંત ખને, તો એવા જ દગા આચરતાં બીજા અનેક સામ્રાજ્યા ડૂબી પણ જાય. આજે જે પ્રકારની નીતિથી એક સામ્રાજ્ય આફતમાંથી ખચે છે તેજ નીતિથી કાલે ખીજાં સામ્રાજ્યેા ડૂબી જાય એવા સભવ જણાતો હોય તો એ કદાપિ નીતિને સિદ્ધાંત બની શકે નહિ. આખા વિશ્વને એકસરખા કલ્યાણકારક જે કાઇ સિદ્ધાંત હાય તેજ નીતિના સાચે। સિદ્ધાંત હાઇ શકે અને તેથી ઉપયેાગિતાવાદ અથવા Utilitarian View−થી અર્થાત્ માટી સંખ્યાનાં મનુષ્યાનું ભલું કરવાની નીતિ જગતને માટે કલ્યાણકારક નથી. અંતરાત્માના અવાજનેા આધાર કે ઉપયેાગિતાવાદને આધાર નીતિના સિદ્ધાંતની સ્થાપના માટે અચળ નથી, ત્યારે કયા અચળ આધાર ઉપર એ સિદ્ધાંતની સ્થાપના કરવી જોઇએ ? માત્ર