________________
૧૫૭
માબાપે આવશ્યક માને છે. પરંતુ આ હેતુ સાધવાનાએ વિધવિધ માર્ગો છે. જગતના જુદા જુદા દેશોમાં નીતિનાં જુદાં જુદાં સ્વરૂપો માલૂમ પડે છે. કેટલાક કહે છે કે અંતરાત્માનો-
ચિત્તનો અવાજ એ જ નીતિનું નિર્મળ સ્વરૂપ છે, કેટલાક કહે છે કે જે કૃત્યથી વધારે પ્રાણુઓનું–સર્વ પ્રાણીઓનું હિત થાય તે જ સાચી અને વહેવારૂ નીતિ છે, અને કેટલાક કહે છે કે ધર્મમાં પ્રબોધી હોય તે જ નીતિ આદર્શ કહેવાય. આમાંથી કઈ નીતિ ગ્રહણ કરવી અને ક્યા સિદ્ધાંતને આધારે ઉછરતી પ્રજાનું ચારિત્ર્યસંગઠન કરવું એ મહત્ત્વનો પ્રશ્ન છે. પરંતુ અંતરાત્માનો અવાજ અથવા ચિત્તિ હમેશાં શુભ જ પ્રેરણા કરતી નથી. જૂના કાળમાં સ્પેનના લેકે પરધર્મીઓને જીવતા બાળી મૂકતા તેમાં તેઓ ખરેખર ચિત્તિના અવાજને અનુસરીને જ વર્તતા ! તે પછી એવો ચિત્તિનો અવાજ એ હમેશાં નીતિ કેમ હોઈ શકે અને તેવી જુદે જુદે સ્વરૂપે સ્વીકારાતી નીતિને અનુસરીને ઉછરતી પ્રજાનું ચારિત્ર્યસંગઠન કરવાનું કેમ કહી શકાય ? આ ગ્રંથકારે પણ પોતાના પ્રથમ ગ્રંથમાં “ચિવૃત્તિ ના સબંધમાં કહ્યું છે કેसंस्कारैरशुभैः कुबुद्धिजनकैः कर्माणुभिः सञ्चितैराक्रान्ता यदि चेतना मलहता व्याप्ता च जाडयेन वा ॥ चिवृत्तिस्फुरणा भवन्त्यपि भवेत्तेषां न धागोचरो । मन्दास्तेन मदोद्धताः प्रतिदिनं कर्तुं कुकृत्यं रताः ॥
અર્થાત–પૂર્વનાં સંચિત કર્મના કેટલાક એવા અશુભ સંસ્કારો હોય છે કે જેથી બુદ્ધિ દબાઈ જાય અને દુર્બુદ્ધિની પ્રબળતા થઈ જાય; તેવાં અશુભ કર્મોથી જેમની ચેતના દબાઈ ગઈ હોય અને તેની ચારે પાસ દુષ્ટ ચિંતનથી મલીનતા જામી ગઈ હોય અને જેમના અંતમાં ચારે તરફ જડતા પ્રસરી રહી હોય તે તેવા પુરૂષોના અંતપટમાં ચિત્તિની પુરણું થવા છતાં પણ તે ફુરણાની કોપ અને પ્રસાદરૂપ નિશાનીઓ તેમના જાણવામાં આવતી નથી, તેથી સુકાન વગરના વહાણની પેઠે આડીઅવળી ગતિ કરતાં
“ જુઓ “કર્તવ્ય કૌમુદી -પ્રથમ ગ્રંથ, લોક ૨૩.