________________
૧૬૫ કરવાને ધાર્મિક શિક્ષણની શાળામાં જાય અને તેમની હોંશ જોઇને આનંદિત થતાં માબાપ પણ સ્વાભાવિક રીતે તેમને તેમાં ઉત્તેજન આપવાને પ્રેરાય. વાર્તાઓ, કવિતાઓ, ચિત્રપટે ઇત્યાદિ દ્વારા ધર્મનું તથા નીતિનું શિક્ષણ આપવાના પ્રયાસે જગતમાં થઈ રહ્યા છે તે ધાર્મિક શિક્ષણને શુષ્ક ન રહેવા દેતાં રસભરિત કરવાના જ પ્રયત્નો છે. ગ્રંથકાર આવા પ્રયત્નો દરેક ધર્મ વાળાને કરવાનું કહે છે અને પોતપોતાના ધર્માના સંસ્કારો પોતપોતાનાં સંતાનોમાં દાખલ કરવાને પ્રત્યેક માબાપને ભલામણ કરે છે. દરેક ધર્મના સિદ્ધાંતનું તાત્ત્વિક અન્વેષણ કરનાર અમુક જ ધર્મ માટે આગ્રહ દર્શાવતો નથી, તે જ પ્રકારની ઉદારતા આ કથનમાં પ્રતીત થાય છે. રેવ. ફલેમિંગ પણ કહે છે કેઃ “તમારા પિતાના ધર્મ તરફ દૃષ્ટિ ફેર, તેનાથી તમારા દેશની ઉન્નતિ થાય છે કે કેમ તેની તપાસ કરે. તે કાંઈ કામ કરે છે કે નહિ તેની તજવીજ કરે. જે કાંઈ પરિણામ આવવાં જોઈએ તે તેનાથી આવે છે કે નહિ તેની તપાસ કરે.” બસ, ધમ-ધાર્મિક કેળવણીનો આવો જ હેતુ છે અને તે હેતુ પાર પાડવાના યત્ન આદરવાનું એક ક્ષેત્ર પણ સેવાધર્મીઓને માટે ખુલ્લું છે. (૭૦ )
[ ધાર્મિક શિક્ષણની પૂરી સફળતા કયારે થઈ કહેવાય તે હવે ગ્રંથકાર દર્શાવે છે.]
કુળિri વિના રિક્ષાચ એ ૭૨ In किं तद्धामिकशिक्षणेन न यतो विद्यार्थिनां जीवनं । ના ધર્મપરા દતાનિવ સરિતા किं चिन्तामणिना यतो विनिहता नैकाऽपिचिन्ता हृदो। दारिद्रयं दलितं न येन दुरितं तत्कल्पवृक्षण किम् ॥
સારું પરિણામ ન આવે તો શિક્ષણની નિષ્ફળતા.
ભાવાર્થ-જે શિક્ષણથી વિદ્યાર્થીઓનું જીવન ધર્મપરાયણ, દઢ શ્રદ્ધાયુક્ત અને સાત્ત્વિક ગુણવાળું ન બને તે શિક્ષણ જ શા કામનું ?