________________
૧૨૫
વિવેચન—દેશસેવક, સમાજસેવક કે ધર્મસેવકનું કાર્ય કાંઇ સરલ નથી. મેવાધર્મ પરમારૃનો યોગિનામવ્યયમ્યઃ । અર્થાત્—યાગી જતાને પણ અગમ્ય થઈ પડે તેવા સેવાધર્મ અતિગહન છે. સેવાને ચેાગીએના ચેગની સાથે સરખાવવામાં જે હેતુ રહેલા છે, તે એ છે કે સેવામુદ્ધિવાળાએ યાગના જેવા ગુણા કેળવવા જોઇએ. ચિત્તની સમાધિ એ યાગનું બીજું નામ છે, તેમ સેવાધર્મ અંગીકાર કરનારને પણ ચિત્તની સમાધિ વિના ચાલી શકતું નથી. જે ચાર ભાવનાઓને ઉપદેશ ગ્રંથકારે કરેલા છે તે પણ ચિત્તની સમાધિ કેળવવાને માટેજ છે, સેવાધર્મીની સામે અનેક પ્રતિકૂળતાએ આવીને ઊભી રહે છે, તે વખતે તેણે મનની વિષમતા ટાળવી જોઇએ અને ચિત્તત્તિને સમતાલ રાખવી જોઇએઃ પરન્તુ તે પૂર્વે તેણે પ્રતિકૂળતાને સંપૂર્ણ રીતે સહન કરી લેવી જોઈ એ છે. જ્યાંસુધી તે એ પ્રતિકૂળતાને પચાવી નાંખીને મનને સંયમમાં રાખી શકતા નથી ત્યાંસુધી તે માધ્યસ્થ્ય કે ઉપેક્ષા ભાવનાને કેળવી શકતો નથી. આટલા માટે જ ગ્રંથકાર કહે છે કે પ્રતિપક્ષીએ લાકડીથી માર મારે તોપણ ક્રોધ કે ખેદ ન થાય એટલી બધી સહિષ્ણુતાની ભૂમિકા સુધી સેવાધર્મીએ પહોંચવું જોઇએ.
દૃષ્ટાંતનમૂનેદાર સહિષ્ણુતાને એક દાખલા હજરત અલીનેા છે. હજરત અલી કુફા શહેરની મસીદમાં સવારની નમાજ પઢી રહ્યા હતા. ઈબ્ને મુલજીમ જે પહેલાં લશ્કરમાં હતા અને દંગા પીસાદ કરી નાસી ગયા હતે તે છૂપી રીતે મસીદમાં આવ્યે અને જ્યારે તમામ લોકેા હજરત અલી સાથે નમાજ પઢવામાં રોકાયા ત્યારે તેણે ઝડપથી હજરત અલી ઉધર હુમલા કર્યો અને ઝેરનું પાણી ચઢાવેલી તલવાર વતી ત્રણ ધા કરી ના. લોકેાએ જલ્દીથી નમાજ પૂરી કરી. કેટલાક જણે હજરત અલીને ઉઠાડયા અને કેટલાક ખૂનીને પકડવા દોડયા, અને તેને પકડીને હજરતની રૂબરૂ આણ્યા. તે વખતે લેાકેા હજરત અલીને સારૂ શરબતને પ્યાલેા તૈયાર કરી તેમની પાસે લાવ્યા. તેમણે કહ્યું: “ એ શરબત પહેલાં મારા ખૂનીને આપેા કારણકે દોડવાથી તે હાંફી રહ્યો છે અને તરસ્યા જણાય છે.” (પર)