________________
૧૪૮
[ વિદ્યાદાનને અર્થે વિદ્યાનાં અને બીજાં ઉપકરણોની-સાધનની મદદ દીન જનને કરવાને ઉપદેશ નિગ્ન લેકમાં કરવામાં આવ્યો છે.]
હીનાનાં પુરતાદિત્તાદા દૂર ये दीनाः स्वसुतान्न रक्षितुमलं गेहे दरिद्रत्वतो । नैवाप्यर्पयितुं क्षमाः सुविदिते बालाश्रमे लज्जया ॥ तेभ्यो गुप्ततयाऽन्नपुस्तकपटान् देहि स्वयं दापया । न्येभ्यः पाठयितुं सुतान्निजगृहे यच्छक्नुयुस्ते सुखम् ॥
પુસ્તકાદિની સહાયતા. ભાવાર્થ-જે ગરીબ માણસે ગરીબાઈને લીધે પિતાની સંતતિનું રક્ષણ કરવાને કે તેને ભણાવવાને સમર્થ નથી, તેમજ વ્યવહારની મર્યાદા કે લાજને લીધે બાલાશ્રમ જેવી જાહેર સંસ્થામાં પણ પોતાનાં સંતાનોને અર્પણ કરવાને શક્તિમાન નથી, તેવા ગૃહસ્થોને કોઈ ન જાણે તેવી ગુપ્ત રીતે અન્ન વસ્ત્ર અને ભણવાનાં પુસ્તકોની મદદ પોતે કરવી અને બીજાની પાસે કરાવવી કે જેથી તેઓ પિતાનાં બાળકોને પિતાના ઘરમાં રાખીને સુખે સુખે ભણાવી શકે. (૩)
વિવેચન–વિદ્યાને પ્રચ્છન્નતં ધનમ્ કહેવામાં આવ્યું છે, અને વિદ્યાથી ગમે તે ધનહીન મનુષ્ય પણ ધનવાન બને છે, અને એક જ વાર દાન કરવામાં આવેલી વિવાથી મનુષ્યનું આખું જીવન સાંસારિક દૃષ્ટિએ સુખમાં પસાર થઈ શકે છે, તેથી વિદ્યાદાન મનુષ્યના જીવનપર્યત ઉપકારક બને છે. જેઓ ગરીબોને ધન આપીને સુખી કરી શકતા નથી, તેઓ વિદ્યાદાન કરીને તેમને સુખી કરી શકે છે એ પૂર્વે કહેવામાં આવ્યું છે, પરંતુ જેઓ પાસે દાન કરવા જેટલી વિદ્યાનો સંચય નથી અને જેઓની પાસે એટલું વિપુલ ધન નથી કે જેથી દીન-હીન જનોને જીવનપર્યત પાળી-પષી શકે, તેઓ કઈ રીતે દીન જનની સેવા કરી શકે ? આ પ્રશ્ન કરનારને આ શ્લોકમાં ઉત્તર આપવામાં આવ્યો છે કે તેવા જનોએ દીન જોનાં સંતાનોને