________________
૧૪૭
સ્વાર્થલંપટતા ગમે તેવા કર્મકાંડી બ્રાહ્મણને પણ પતિત બનાવનારી થયા, વિના રહે નહિ. માત્ર પિતાના આનંદને માટે પોપટને પાંજરામાં પૂરી રાખવા જેવી કરતા દર્શાવવી, તેવી જ આ પણ એક જાતની ક્રૂરતા છે. સમાજની દરેક વ્યક્તિને જ્ઞાન સંપાદન કરવાનો, સંસ્કારી થવાનો અને સમાજમાં તેમ જ, આધ્યાત્મિક શક્તિમાં ઉંચે ચડવાનો સમાન અધિકાર છે, અને તેટલા જ માટે આ ઉપદેશ અત્ર કરવામાં આવેલ છે.
દષ્ટાંત–ઉન્નતિ કરવાનો અધિકાર સર્વ કોઈને સમાન છે તે દર્શાવનારું એક દષ્ટાંત બૌદ્ધ ધર્મના એક ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. ભગવાન બુદ્ધ શ્રાવસ્તીમાં અનાથપિંડિકના આરામમાં રહેતા હતા તેવામાં એક દિવસ ભિક્ષા ગ્રહણ કરતા કરતા અગ્નિહોત્રી ભારદ્વાજ બ્રાહ્મણના બારણા આગળ આવી ભિક્ષા માટે ઊભા રહ્યા. ભારદ્વાજનો અગ્નિહોત્ર સળગતો હતો અને તેમાં તે આહુતિ નાંખતો હતો. બુદ્ધને જોતાં જ તે મેટેથી બૂમ પાડી બોલ્યાઃ “અરે શ્રમણ ! મુંડીયા ! ચાંડાલ ! ત્યાં જ ઊભા રહે!” બુધે પૂછયું: “હે બ્રાહ્મણ! તું ચાંડાલ કે ચાંડાલના ધર્મો જાણે છે ખરે કે?” બ્રાહ્મણ બોલ્યોઃ “મને એની કાંઈ જ ખબર નથી.” બુધે કહ્યું: “મનુષ્ય જન્મથી જ ચાંડાલ કે બ્રાહ્મણ પાકતો નથી; કર્મથી જ ચાંડાલ અને કર્મથી જ બ્રાહ્મણ થાય છે. માતંગ નામે પ્રસિદ્ધ ઋષિ શ્વપાક-કૂતરાંનું માંસ ખાનાર ચાંડાલનો પુત્ર હતું, પરંતુ તેની કીર્તિ એટલી પ્રસરી હતી કે મેટા મેટા બ્રાહ્મણ અને ક્ષત્રિય તેની સેવા કરતા. એમ કહેવાય છે કે દેહાવસાન પછી વિમાનમાં બેસી તે બ્રહ્મલોકમાં ગયે, પણ ત્યાં જતાં તેની જાતિ તેને આડે આવી નહિ. બીજી બાજુએ સારા કુળમાં જન્મેલા ઘણાએ બ્રાહ્મણને આપણે નાના પ્રકારનાં પાપ કરતા જોઈએ છીએ. માટે મનુષ્ય જન્મથી ચાંડાલ થતો નથી કે જન્મથી બ્રાહ્મણ થતું નથી; કર્મથી જ ચાંડાલ કે કર્મથી જ બ્રાહ્મણ થાય છે.” બુદ્ધનો આ ઉપદેશ સાંભળી ભારદ્વાજને સંતોષ થયો. તાત્પર્ય એ છે કે શકની શકતા કે અંત્યજની અસ્પૃશ્યતાને કારણે તેને શિક્ષણ આપતાં અટકવું એ પાપ છે અને એવા પછાત-હીણાચલા વર્ગોને કેળવીને સંસ્કારી બનાવવા એ મહાપુણ્યનું કાર્ય છે. (૬૨)