________________
૧૫૨
દર્શાવી છે. ધર્મસાધનયુતઃ એ વિશેષણ વડે કહેવામાં આવ્યું છે કે વિદ્યાગૃહમાં ધનુ સાધન હોવું જોઇએ કે જેથી વિદ્યાર્થીએ સ્વધર્મશીલ રહે અને મેટાં નગરેમાં સ્વાભાવિક રીતે રહેલા માઠા વાતાવરણમાંથી મુક્ત રહેવા પામે. જે વિદ્યાર્થીગૃહમાં વિદ્યાર્થીઓને ખાટે માગે દોરાઈ જતા અટકાવવાની દેખરેખ હેાય છે, પરન્તુ તે સાથે તેમની ધર્મશીલતાને કેળવવાનાં સાધનો હેાતાં નથી, તે વિદ્યાર્થીગૃહે એક રીતે અપૂર્ણ સગવડવાળાં જ લેખાય. રેવ. મી. લેમીંગ પોતાના Suggestions for social usefulness નામના પુસ્તકમાં કહે છે કે: “દરેક કાલેજ અને વિદ્યાર્થીગૃહમાં મધુરતા અને પ્રકાશનું વાતાવરણ રહેવું જોઇએ. વસ્તુસ્થિતિ એવી ન હેાય તો તેમણે પોતાના આનંદી અને સભ્ય વર્તનથી એવી સ્થિતિ આણવા કાશીશ કરવી જોઇએ...જ્યાંસુધી વિદ્યાર્થી વ્યક્તિ રૂપે ઉચ્ચ અને સર્વોત્તમ જીવન ન ગાળે ત્યાંસુધી સામાન્ય વિદ્યાર્થીસમાજની ઉત્તમ સ્થિતિ થશે નહિ.” ઉચ્ચ અને સર્વોત્તમ જીવન ગાળવાની કેળવણીથી એક પણ વિદ્યાર્થી વંચિત ન રહેવા જોઇએ તે દર્શાવનારા જ એ શબ્દો છે. ધમ અને નીતિની કેળવણી જીવનની ઉચ્ચતા જુવાન વિદ્યર્થીઓમાં દાખલ કરવા માટે આવશ્યક હાવાથી જ ગ્રંથકારે વિદ્યાર્થીગૃહને ધર્મસાધનયુક્ત રાખવાની વાજઞી ભલામણ કરી છે. આ દૃષ્ટિથી જોતાં જૂદાં જૂદાં નગરેમાં જ્ઞાતિ કે કામવાર વિદ્યાર્થીગૃહા ધાર્મિક કેળવણી તથા ધાર્મિક સંસ્કૃતિની વિશેષતા સાથે સ્થપાય છે તે ઈષ્ટ જણાયા વિના રહેતાં નથી. (૬૪)
[એવાં છાત્રાલયાની વ્યવસ્થામાં પણ સેવાધી એ પેાતાની સેવાના લાભ આપી શકે છે તે હવે એ શ્લાકમાં દર્શાવવામાં આવે છે].
છાશ્રમવ્યવસ્થા | ૬ |
निर्नाथाश्रमवद् भवेदयमपि क्षेत्रं हि सेवार्थिनां । गन्तव्यं क्रमशो जनैस्त्रिचतुरैश्छात्राश्रमे नित्यशः ॥ तेषां भोजनपद्धतौ यदि भवेन्न्योन्यं निवासालये ।