________________
૧પ૦
માટે પાશ્ચાત્ય દેશમાં ફરજીયાત કેળવણના કાયદા કરવામાં આવ્યા છે અને આપણા દેશમાં જુદે જુદે ઠેકાણે એવા કાયદા થયા છે તથા થઈ રહ્યા છે.. માબાપના અજ્ઞાનને લીધે અભણ રહેતાં બાળકને કેળવણું આપવા માટે એવો કાયદો ઉપયોગી છે અને એથી માબાપને પિતાનાં બાળકને કેળવવાની ફરજ પડે એ સારું છે, પરંતુ જે માબાપે પિતાનાં બાળકને કેળવણી આપવા આર્થિક દષ્ટિએ સમર્થ નથી તેમની મુશ્કેલી તેથી હઠતી નથી. ફરજીઆત કેળવણુની સાથે તે મુફત કરવાથી–કેળવણીનું લવાજમ ન લેવા જેટલી રાહત માબાપોને મળે છે, પરંતુ વિદ્યાનાં ઉપકરણોનું ખર્ચ અને બાળકના ધંધાની કમાણી ખોવાથી તેમને જે ગુજરાન ચલાવવાની મુશ્કેલી પડે છે, તેને માર્ગ ફરજીઆત કેળવણીના કાયદાથી બિલકુલ થવા પામતો નથી. આ માર્ગે દીન કુટુંબને મદદગાર થવાનું કાર્ય સેવાધર્મમાં ઉત્સુક ધનવાન અને સામાન્ય સ્થિતિમાં મનુષ્યોએ ઉપાડી લેવું જોઈએ. તે ઉપરાંત જે માબાપ સંસાર-વ્યવહારમાં આબરૂદાર લેખાતાં હોય પરંતુ અંદરખાનેથી દીન-હીન હોય અને બાહ્યતઃ પિતાની દીન-હીનતા પ્રકટ કરતાં શરમાતાં હોય, તેમને ગુપ્ત મદદ કરવામાં આવે તે જ તેઓ પોતાનાં બાળકોને કેળવણી આપવા સમર્થ બની શકે; તેથી ગ્રંથકારે ઉપયુક્ત શ્લોકમાં એવાં કુટુંબને ગુપ્ત સહાય કરવાનું પણ સમર્થન કર્યું છે. ગુપ્તદાન બેવડું લાભકારક છે. તેથી દીન જનેને જોઈતી વસ્તુની સહાય મળે છે, અને વિશેષમાં પ્રકટ સહાય લેવામાં રહેલી અપકીર્તિના ભયમાંથી મુક્ત રહેવાને સ્વાત્મસંતોષ પણ તેમને પ્રાપ્ત થાય છે. ગુપ્ત દાન કરનાર કીર્તિની વાંચ્છના વિનાને રહીને જે નિર્લેપતા કેળવે છે તે પણ તેને કાંઈ નાનોસૂને આધ્યાત્મિક લાભ નથી. (૬૩) [હવે વિદ્યાર્થિગૃહની આવશ્યકતા દર્શાવવામાં આવે છે].
વિદ્યાર્થિગૃહ .
वाञ्छन्त्युत्तमशिक्षणं पुरवरे ग्रामस्थविद्यार्थिनो। नो चेत्पाकनिवासमन्दिरमिह स्यात्तत्र तदुर्दशा ॥