________________
૧૪૯
વિદ્યા ગ્રહણ કરવામાં ઉપયુક્ત થાય તેવાં ઉપકરણા–સાધનાનું દાન કરવું, એટલે કે પુસ્તકાદિ અર્પવાં. આ એક નાના પ્રકારનું વિદ્યાદાન છે અને તે સામાન્ય સ્થિતિનાં મનુષ્યા પણ કરી શકે છે. કેટલાંક દીન માબાપે પોતાની નાની વયનાં પુત્ર-પુત્રીઓને ધંધામાં જોડી, તે દ્વારા ધન કમાઇ પોતાનું પોષણ કરે છે. જે સમય વિદ્યાર્જન કરવાનેા છે, તે સમય એ રીતે ધન કમાવામાં ગાળવામાં આવે છે, તેથી તે પુત્ર-પુત્રીએ જ્યારે મેટી વયનાં થાય છે, ત્યારે માત્ર મજુરી કરીને જ પેટ ભરનારાં થાય છે અને વિદ્યાના અભાવથી અજ્ઞાન, વહેમી, કુમાર્ગગામી અને દુષ્ટાચરણ કરનારાં અને છે. આ રીતે તેમનું મનુષ્યજીવન અફળ જાય છે. આમાં કેટલીક વાર તેમનાં માબાપાને વાંક હોય છે, અને કેટલીક વાર તેમની સ્થિતિના પણ દોષ હોય છે. વિદ્યાનું મૂલ્ય નહિ સમજનારાં અને અજ્ઞાન માબાપે નાની વયનાં પુત્રપુત્રીઓને હરકેાઇ ધંધામાં જોડીને ધન કમાવા લાગે છે, ત્યારે તેઓ સમજતાં નથી કે એ વિદ્યાવિહીનતાથી પાતાનાં સંતાને ભવિષ્યમાં કેટલાં દુ:ખી થશે અથવા તેમનું ભાગ્ય કેવી સાંકડી મર્યાદામાં બંધાઈ જશે. આવાં માબાપને એધ આપીને તેમનાં સતાનેાને ભણવા માટે મેકલવાં એ સુના સેવકેાનું પ્રથમ કર્તવ્ય છે; પરન્તુ જેએ એટલાં દીન હેાય કે પોતાના ધંધાની ઘેાડી આવકમાંથી પોતાના ખચરવાળ કુટુંબનું પોષણ કરી શકે નહિ, તે વિદ્યાના લાભા સમજતા હોય તોપણ પોતાની દીન સ્થિતિને કારણે પોતાનાં નાની વયનાં સતાનોને ધંધામાં જોડીને તેમાંથી થતી કમાણી પેાતાને મદદ રૂપ માની લે છે અને એ રીતે પેાતાના નિર્વાહ કાંઇક સુખે ચલાવવા સમર્થ થાય છે. આવા દીન જતેને કેવી રીતે સહાય કરવી? નાની વયનાં સતાનેાની કમાણી જેટલી આર્થિક સહાય તેમને કરવામાં આવે અને તે ઉપરાંત તેમનાં સંતાનેાની કેળવણીના ખર્ચ જેટલી સહાય પણ કરવામાં આવે તો તે પોતાનાં સંતાનેાને ઘણી ખુશીથી ભણાવે છે. તેટલા માટે એવાં કુટુંને અન્નવસ્ત્રાદિની અને ખાળકોના અભ્યાસ માટે પુસ્તકાદિની સહાય કરવી એ પણ યાગ્ય છે. નાની વયનાં સતાનાને ધંધે નિહ વળગાડતાં કેળવણી આપવાની ફરજ માબાપોતે પાડવા