________________
૧૩૬
પક્ષીઓ મૂગાં પ્રાણીઓ છે, તેટલા માટે તે યાને પાત્ર છે. એ નિ:સંશય છે; પરન્તુ તે ઉપરથી ખેાલી–ચાલી શકનારા કિંવા પોતાની લાગણી દર્શાવી શકનારા મનુષ્યે ઉપેક્ષાને પાત્ર છે એમ ફલિત થતું નથી. દયા ઉપર જેટલા હક્ક મૃગાં પ્રાણીઓના છે, તેટલા જ હક્ક મનુષ્યાને પણ છે અને ગ્રંથકાર કહે છે તેમ, મનુષ્યામાં બુદ્ધિ આદિ વિશેષ ગુણા રહેલા છે અને એક મનુષ્ય પોતાના જીવન વડે સમગ્ર જનતાને અનેક પ્રકારે ઉપકાર કરી શકે છે, વળી મનુષ્યત્વ એ સર્વોપરિ અવતાર છે કારણકે મનુષ્યત્વમાંથી જીવ સીધા મેક્ષપ્રાપ્તિ કરી શકે છે. મનુષ્યની આ વિશેષતાને કારણે તેના સંરક્ષણ માટેના અધિકાર પહેલો:છે. આ ઉક્તિને આશય એવા નથી કે મનુષ્યા ઉપરજ દયા દર્શાવીને તેમનુ સંરક્ષણ કર્યું એટલે સેવાધીના ધર્મની પૂર્ણાહુતિ થઈ, પરન્તુ જેવી રીતે કાળુ મનુષ્યા અનાથ પશુએને માટે પાંજરાપાળા કે કધૃતરખાનાં જેવી સંસ્થાએ સ્થાપે છે, તેવી રીતે–તથૈવ અનાથ મનુષ્યા પ્રત્યે પણ સમાન કરૂણા દર્શાવીને તેમના રક્ષણ-પેષણાદિને માટે વ્યવસ્થા કરવી—સેવા બજાવવી એ સેવાધર્મીનું કતવ્ય છે. ‘ સર્વ ભૂતાનુકંપા ’માં એકલાં મૂગાં પ્રાણીએને જ સમાવેશ થતા નથી. જૈન ધર્મના સિદ્ધાન્તામાં પણ અનાથ મનુષ્યાની સેવા ઉપર જરાએ આછે ભાર મૂકવામાં આવ્યેા નથી અને આજે પણ જે ધનવાન કરૂણાળુ જૈને છે અને જેએ દાનધર્મીમાં ધનાદિના વ્યય કરે છે તેઓ મનુષ્યના હિતાર્થે તેના વ્યય કરવા ઉપર જરાએ એઠું લક્ષ આપતા નથી; પરન્તુ સામાન્ય રીતે જૈને મૂગાં પ્રાણીઓની ધ્યાને વિશેષ સમજનારી મનાય છે તેનુ કારણુ એ છે કે તે પશુશાળાએ અને પાંજરાપોળાની વ્યવસ્થા લગભગ સ સ્થળે કરી રહેલા હોય છે. પૂર્વ કાળમાં હાલના સમયની પેઠે અનાથમનુધ્યેાની સખ્યા માટી નહાતી, અને જે કાઇ અનાથ બાળકે હાય તેમનું પોષણ તે સમયના ધર્મપરાયણ જ્ઞાતિજને કે કુટુંબી જના કર્યાં કરતા અને તેમને ભણાવી—ગણાવી પોતાની પાંખે ઉડતા કરીને છૂટા મૂકતા. આ કારણથી અનાથાશ્રમે જેવી સંસ્થાએાની ભાગ્યે જ જરૂર પડતી. આ સયેનાગામાં સૌથી વધારે સાર્વજનિક ધ્યાને પાત્ર માત્ર પશુ-પક્ષીએ જ રહેતાં