________________
૧૭
અને તેથી તેમને માટે સંસ્થાઓ ઉઘાડવા તથા ચલાવવા જૈનોએ સારી પેઠે શ્રમ ઉઠાવેલે; પરંતુ હવે સમય બદલાયો છે. જોકે ગરીબ બન્યા છે; ધનવાન પણ સ્વજ્ઞાતિ, સ્વસમાજ કે સ્વકુટુંબ પ્રત્યેની ફરજો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિથી વર્તવા લાગ્યા છે અને તેથી અનાથ, અશક્ત તથા રોગી જનોની સંખ્યા વધી છે. અનાથાશ્રમે, બાળગૃહો, અશક્તાશ્રમે, વનિતાવિશ્રામ, વિધવાશ્રમો ઇત્યાદિ સંસ્થાઓ આ જમાનાએ ઉત્પન્ન કરી છે. વિલાયતમાં આપણા દેશ કરતાં સ્ત્રીઓને મજુરી કે નોકરી કરવા માટે વધારે પ્રમાણમાં ઘરની બહાર જવું પડે છે. બાળકવાળી સ્ત્રીઓ કે વિધવાઓ જ્યારે નોકરીપર જાય ત્યારે તેમનાં બાળકનું રક્ષણ કરનાર કેાઈ ઘેર હોતું નથી. આ કારણથી ગરીબ સ્ત્રીઓનાં બાળકને રોજ આઠ–દસ કલાક જાળવી રાખવા માટે “ નર્સરી ” જેવી સંસ્થાઓની ત્યાં જરૂર પડે છે. ત્યાં બાળકોને રાખી, નહવરાવી, ખવરાવી, રમાડી જાળવવામાં આવે છે; આવી સંસ્થાઓ માફકસરને દરે અને ધર્માદા સેવા પણ બજાવે છે. નોકરી પરથી પાછી કરતી વખતે માતા પિતાના બાળકને ઘેર લઈ જાય છે. જમાનાજ ઉપજાવી કાઢેલી શું આ એક નવી જરૂરીઆત નથી ? મુંબઈ, કલકતા કે અમદાવાદ જેવાં શહેરોમાં હવે જાહેર સુવાવડખાનું પણ એક મહાન ઉપકારક અને ધર્માદા ખાતું લેખાવા લાગ્યું છે. જૂના વખતમાં એવી સંસ્થાની જરૂર પડતી નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ જેમ સમય બદલાય છે, તેમ તેમ સમાજની જરૂરીઆત અને સમાજસેવા માટેની સંસ્થાઓની જરૂરીઆત પણ બદલાય છે, માટે તેમાં સમાજને અનુસરો ફેરફાર કરવામાં આવે જોઈએ. જૂના વખતમાં પાંજરાપોળો કે ધર્મશાળાઓ કે મુસાફરખાનાં ઉપયોગી ગણાતાં, માટે આ વખતમાં પણ તે જ ઉપયોગી ગણાય એમ ન સમજવું. તે ઉપરાંત બીજી સમયને અનુસરતી સંસ્થાઓ પણ જરૂરી જણાય તો તે પાછળ પણ સેવાધર્મીએ ધ્યાન આપવું જોઈએ. હાલને સમયે મનુષ્યસેવાની જરૂરીઆત પશુસેવાથી કોઈ પણ રીતે ઉતરતી નથી એવું દેશની દરિદ્રતા ઉપરથી માલુમ પડવા લાગ્યું છે. દરિદ્રતાને લીધે મનુષ્યોમાં રોગો પણ વધ્યા છે અને તેથી