________________
૧૩૫
દુઃખને ઉપજાવાનાર છે, એવું એ સત્ય છે. આ પાંચ “ઉપાધિ સ્કંધ’ જગ
નાં સર્વ પ્રાણીને સમાન અસર કરે છે, એટલે કે એક નાનામાં નાના જંતુથી માંડીને પ્રાણુક મનુષ્યમાંની સર્વોપરિ વ્યક્તિ રાજરાજેશ્વર સુધી સર્વ કે ઈને એ ઉપાધિ ધથી “દુઃખ ” નામના સત્યનો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. ભગવાન મહાવીરે અને બીજા અનેક ધર્મોપદેશકોએ આ જ સત્ય જગતને સમજાવ્યું છે. પરંતુ કેઈ ધર્માચાર્યો તેની ઉપર વિશેષ ભાર મૂકયો છે અને કોઈ એ ઓછો ભાર મૂકે છે. સર્વ ધર્મોમાં સેવાપરાયણતાનો બોધ પણ કરવામાં આવેલ છે અને દુઃખી તથા વિકલ પ્રાણીઓની સેવા કરવાનું ફરમાવવામાં આવ્યું છે. આ ઉપદેશને કેટલાક ધર્મોના અનુયાયીઓ કેવળ ભૂલી ગયા છે, કેટલાકો તેને અર્ધા–પર્ધી સંભારી રહ્યા છે અને કેટલાકે એ ઉપદેશને યથાર્થ રીતે નહિ અનુસરતાં અર્ધજ્ઞાનમિશ્રિત સેવા પાછળ પોતાની શક્તિનો વ્યય કરે છે. હિંદમાં અનેક સ્થળે પશુશાળાઓ, પાંજરાપોળ, કબૂતરખાનાં, ઢેરાંની ઇમ્પીતાલ, વગેરે સંસ્થાએ કેવળ મૂગાં પ્રાણીઓનાં દુઃખનું શમન કરવા માટે
સ્થાપવામાં આવી છે. આવી સંસ્થાઓનાં કામે ચલાવવામાં અને તે માટે દાન કરવામાં મુખ્યત્વે કરીને જૈન અને વેદધમીએ ભાગ લે છે, તેમાંએ
જ્યાં જ્યાં જૈન વસતી સારા પ્રમાણમાં હોય છે, ત્યાં ત્યાં આવી સંસ્થાઓ વધારે ધનવાન અને સારી સ્થિતિમાં ચાલતી હોય છે. પરંતુ એક બાજુએ ઝીણામાં ઝીણા જંતુ માટેની દયા અને બીજી બાજુએ ચારિત્ર્યની અસ્થિરતાથી–ધર્માચરણની શિથિલતાથી માનસિક અને વાચિક હિંસાનો સંસાર–વ્યવહારમાં અત્યંત ઉપયોગઃ એ બે પ્રકારની પરસ્પર વિરૂદ્ધતા જ્યારે જ્યારે કઈ જૈનમાં જોવામાં આવે છે ત્યારે ત્યારે તેને માટે એવી ભાષાનો ઉપયોગ લોકો કરે છે કે-“ એ તો નાનાને જીવાડનારે પણ મોટાને મારનારે શ્રાવક છે. ” જૈને નાનામાં નાના ગામમાં મૂગાં પ્રાણુઓ માટે ધર્માદાને ફાળો કરે, વેપાર ઉપર કર-વેરે નાખે, પરંતુ ગામનાં રોગી કે અનાથ-અશક્ત મનુષ્યોને માટે સ્વલ્પ પણ આધારની વ્યવસ્થા ન કરે, બલકે એ કર્તવ્યની ઉપેક્ષા કરે, ત્યારે ઉપર જણવ્યો તેવો આક્ષેપ કરવામાં આવે તેમાં નવાઈ નથી. પશુઓ કે