________________
૧૩૩
મધ્યસ્થ ભાવથી પ્રતિપક્ષી પણ પોતાના પાપનેા આગ્રહ છેડી દેવાને પ્રેરાય એ સ્વાભાવિક છે.
દૃષ્ટાંત—આ વિષે જૈન ગ્રંથમાં એક કથાનક છે. અન્મિત્ર નામના શ્રાવકે સ્વદારાસ તૈાષરૂપ નિયમ ગ્રહણ કર્યો હતે, પરન્તુ તેના મોટા ભાઈ ની સ્ત્રી તેની ઉપર અસક્ત થઈ અને હાવભાવ-કટાક્ષપૂર્વક તેને ઉપસર્ગ કરવા લાગી; છતાં અન્મિત્ર તેના પર આસક્ત થયે। નહિ. તેણે પોતાના વ્રતના રક્ષણને અર્થે દીક્ષા ગ્રહણ કરી. તેના પર આસક્ત થએલી તેના મેટા ભાઈની વહુ મરીને કૂતરી થઈ. એકદા અહન્મિત્ર મુનિ વિહાર કરતાં તે કૃતરી હતી ત્યાં આવ્યા. તેને જોઈ ને તે કૂતરીએ તેને પતિની જેમ આલિંગન કર્યું. તે જોઈ લજ્જાથી મુનિ નાસી ગયા. તે કૂતરી પણ મરીને મોટા અરણ્યમાં વાંદરી થઈ. ભવિતવ્યતાના યાગથી
""
અરણ્યમાં તે મુનિ આવી ચડયા. તેને જોઈ તે તે વાંદરી પ્રથમની જ જેમ રાગથી તેને આલિંગન કરવા લાગી. તે જોઈ ખીજા સાધુ તે મુનિને વાનરીપતિ કહીને તેની મશ્કરી કરવા લાગ્યા. તે સાંભળીને મુનિ લજ્જાયુકત થઈ નાસી ગયા. તે વાંદરી મરીને યક્ષિણી થઈ.તે મુનિને જોઇને તેને જાતિસ્મરણ થયું, તેથી તેણે વિચાર્યુ કે “ આ મુનિની મે` ધણા ભવથી વાંછા કરી છે, પણ તે હજી મને ઇચ્છતા નથી, તેથી આજે તે! હું તેને આલિંગન કરૂં. એમ વિચારીને તેણે મુનિને આલિંગન કર્યું. તે જોઇને મુનિ ત્યાંથી નાઠા. માગમાં નદી ઓળંગવા માટે તે મુનેિ જળમાં પ્રવેશ કરતા હતા તેવામાં તે યક્ષિણીએ તે મુનિના એક પગ કાપી નાંખ્યા છતાં મુનિ તે સહન કરી રહ્યા. આ વખતે શાસનદેવીએ આવીને યક્ષિણીને તેના પૂર્વ ભવની વાત કરી, એટણે યક્ષિણીએ મુનિની ક્ષમા માંગી પરન્તુ મુનિ તે” તે પૂર્વે જ ક્ષમા આપી ચૂકયા હતા અને મધ્યસ્થ ભાવે રહી તેની પ્રત્યે જરા અનિષ્ટતાનું પણ ચિંતન તેમણે કર્યું નહતું. આ તેમની દુબળતા નહાતી પરન્તુ તેમને સત્ત્તાય—તેમની સમતા હતી. પછી શાસનદેવીએ મુનિને પગ સાજો કર્યાં. (૫૫)