________________
૧૩૦
પાણીથી સુકોમળ બનાવીને જેવી રીતે તેમાંથી મેલ કિંવા ચેપને દૂર કરવામાં આવે છે, તેવી રીતે પાપીને પણ સામોપચારથી સુકોમળ બનાવીને તેનામાંથી પાપને નીચોવી નાંખવામાં આવવું જોઈએ. મનુ જેવી રીતે
આતતાયી ને અવિચારપૂર્વક ઠાર કરવાનું કહે છે તેવું તે ગીતામાં પણ કહેલું નથી. શ્રી કૃષ્ણ પહેલાં સામોપચારનો પૂરે યત્ન કરે છે એટલે કે પાપીને કોમળ બનાવીને તેનામાંથી પાપનો મેલ નીચોવી નાંખવા મથે છે, છતાં જ્યારે તેનામાંથી ચેપનો નાશ થતો નથી, ત્યારે એ પાપનો ચેપ ઉડીને બીજા નિર્દોષ મનુષ્યને પણ પાપનું દર્દ લાગુ પાડશે એવું વિચારી પાપીનો નાશ કરવા યુદ્ધ કરવાનું અર્જુનને કહે છે. જૈન ધર્મગ્રંથમાં કહ્યા મુજબ શ્રી શ્રેણીક મહારાજે અમારિ પડે વજડાવ્યો હતો અને ગુજરાતના રાજા કુમારપાળે પણ અમારિ ઘોષણા કરી હતી. તેમની આજ્ઞા અધર્મનું ઉચ્છેદન કરવાની હતી; અર્થાત જનસમાજમાંથી અધર્મને નીચેથી નાંખવાની તેમની પ્રતિજ્ઞા હતી, પરંતુ અધમીઓનો અવિચારપૂર્વક નાશ કરવાની પ્રતિજ્ઞા નહોતી : તે છતાં તે રાજાઓને અધર્મને નાશ કરવાને જ્યારે જ્યારે હિંસા અનિવાર્ય લાગી હતી ત્યારે ત્યારે તેમણે યુદ્ધાદિક કર્યા હતાં અને એકાંત અહિંસાવાદનો જ આશ્રય લઈને પાપને ચેપ ફેલાવા દીધો નહોતો. વસ્ત્રના દૃષ્ટાંત વડે ગ્રંથકાર પાપીને કમળ બનાવવાનો અને પાપને તેનામાંથી નીચવી નાંખવાનો ઉપદેશ કરે છે. એક વસ્ત્ર કે જેમાં ભયાનક દર્દીને ચેપ લાગ્યો હોય, સાધારણ જળ તે શું પણ તીવ્ર ઔષધયુક્ત જળથી એ વસ્ત્રને સુકોમળ બનાવ્યા છતાં તેમાંથી ચેપ દૂર થાય જ નહિ તે પછી આપણે તે વસ્ત્રને શું કરીએ ? અવશ્ય તે વસ્ત્રની ઉપેક્ષા જ કરીએ અને તે રીતે તેને કાંતે ઘરના એક ખૂણામાં પડયું રહેવા દઈએ અથવા તે ઘરની બહાર ફેંકી દઈએ: તે જ રીતે પાપીને તિરસ્કાર ન કરતાં દયાદષ્ટિથી તેને આદર કરવો એ માધ્યશ્મનો પ્રથમ વિધિ છે, તેને સુકોમળ બનાવી તેનામાંથી પાપનું વિરેચન કરવું એ બીજે વિધિ છે, તે સુકોમળ ન બને તો તેની ઉપેક્ષા કરવી–તેનાથી અસહકાર કરે તેને ત્યાગ કરવો એ ત્રીજો વિધિ છે.