________________
૧૨૬
હિવે પાપી પ્રત્યે કેવી રીતે વર્તવું કે જેથી ચિત્તની સમાધિમ-૫ ન થાય તે વિષે ગ્રંથકાર નીચેનો શ્લોક કહે છે.].
પપિનામા ન ઉતરાર કરૂ I भूयांसोऽपि विरोधिनस्तनुभृतः स्युः पापकार्ये रताबोध्यास्ते मृदुनम्रबोधवचनैः सामाधुपायैत्रिभिः ॥ करत्वान्मृदुतां भजन्ति न च ते केनाऽप्युपायेन चेत् । कर्तव्यं तदुपेक्षणं न च तिरस्कारोऽथवा ताडनम् ॥
પાપીઓને પણ તિરસ્કાર ન કરે. ભાવાર્થ...આ જગતમાં ધર્મી કરતાં પાપી જનોની સંખ્યા વધારે છે એટલે તારે વિરોધ કરનારા અનેક પાપી જ પાપના કાર્યમાં મશગુલ થએલ તારા જોવામાં આવશે તેમને તિરસ્કાર કરવા કરતાં સામદામ આદિ ત્રણ ઉપાયોથી કે કોમળ અને નમ્ર બેધવચનોથી તેમને સમજાવવા. જે તેઓ કરપણાને લીધે કોઈ પણ ઉપાયે કોમળ ન બને તો તેમની ઉપેક્ષા કરવી એટણે તેનાં કર્યો તે ભોગવશે એમ ધારી તેનાથી દૂર થઈ જવું પણ તેમને તિરસ્કાર કે મારામારી ન કરવી. પ્રેમથી જે સમજાવટ થાય છે તે દેવ અથવા તિરસ્કારથી થતી નથી. (૫૩).
વિવેચન—“વેરનું ઓસડ વહાલ” એ એક સાદું પણ બહુ બોધક કહેવત છે. વૈરીને વશ કરવાની વિધિ વહાલમાં જ રહે છે, તેવી રીતે પાપીને નિષ્પાપી કરવાને વિધિ તિરસ્કારમાં નહિ પણ તેની પ્રત્યે દયા દર્શાવવામાં રહેલું છે. પાપી મનુષ્ય ધૃણાને પાત્ર નથી, પરંતુ તે પામર અને તત્ત્વદૃષ્ટિથી અનભિજ્ઞ હોઈ દયાને પાત્ર હોય છે. આવું દયાને પાત્ર જગત નાનું–સુનું નથી. પાપ કરનારે જગતનો ભાગ નિષ્પાપી ભાગ કરતાં ઘણો મેટો છે અને એવા જગતનો તિરસ્કાર કરીને વર્તવાથી પાપી જગત તેવું ને તેવું જ રહે છે અને પિતાથી એ દયાને પાત્ર જગતનું કશું કલ્યાણ થતું