________________
૧૦૮
સંપત્તિ મનુષ્ય ધરાવે છે અને તેમાં પ્રત્યેકને પ્રારબ્ધ તથા પુરૂષાર્થ જ કારણભૂત બને છે, એવું તત્ત્વ જે સમજે છે તે પોતાની સંપત્તિની ક્ષુદ્રતાથી અસંતુષ્ટ થતો નથી અને પરાઈ સંપત્તિ જોઈને બળતો નથી કિન્તુ આનંદિત થાય છે, કે જેવી રીતે સૂર્યના દર્શનથી કમળ, વસંતઋતુના આગમનથી વૃક્ષો તથા લતાએ, ઘનગજનશ્રવણથી મયૂરે અને મેઘાગમનથી ચાતક આનંદિત થાય છે. આ બેઉ ોકમાં પ્રમોદવૃત્તિનાં ઉદાહરણ આપવા માટે જે પાંચ દષ્ટાંતે ગ્રહણ કરવામાં આવેલાં છે તે પાંચ ઇંદ્રિયના ઉદાહરણરૂપ છે. કમળ સૂર્યના દર્શનથી વિકસે છે એટલે કે તેનો આનંદ માત્ર નેત્રદ્વારા બહાર પડે છે. વૃક્ષો વસંતઋતુના વાયુના સ્પર્શથી નવપલ્લવિત થાય છે, એટલે તેનો આનંદ ત્વચિંદ્રિયદ્વારા બહાર પડે છે. લતાઓ પરાગને ગ્રહણ કરીને પુષ્પવતી થાય છે એટલે તેને આનંદ ધ્રાણેદ્રિયના આનંદને સૂચવે છે. મયૂર મેઘગર્જનાને કાન વડે શ્રવણ કરીને આનંદિત થાય છે એટલે તેમને આનંદ શ્રવણેદ્રિયનો માલુમ પડે છે. અને ચાતક પક્ષીના મુખમાં જ્યારે નવા જળનાં શીતળ બિંદુઓ પડે છે ત્યારે તેને આહલાદ થાય છે એટલે તેને આનંદ રસનેંદ્રિયનો છે. કથનનું તાત્પર્ય એ છે કે મનુષ્યની પ્રમોદભાવના એટલી ઉત્કટ હોવી જોઈએ કે જેથી પરાઈ સંપત્તિ, પરાયા સગુણ, પરાઈ મહત્તા ઈત્યાદિથી તેની પાંચે ઈકિયે ખરેખર આનંદિત બની જાય.
બુધે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉપેક્ષા (માધ્યશ્ચ) ભાવનાને બ્રહ્મવિહાર કહ્યો છે. કરણી મેત્ર સુત્તમાં કહ્યું છે કે –
माता यथा नियं पुतं आयुसा एकपुत्तमनुरक्खे । एपि सब्ब भूतेसु मानसं भावये अपरिमाणं ॥
અર્થાત–માતા જેમ પોતાના એકના એક દીકરાનું પોતાનો પ્રાણ ખરચીને પરિપાલન કરે છે, તેમ તેણે પોતાનું મન સર્વ પ્રાણી માત્રમાં અપરિમિત પ્રેમથી ભરી રાખવું જોઈએ. માતાનું દષ્ટાંત ચારે ભાવનાને સારી રીતે સ્પષ્ટ કરે છે. માતા ધાવણું બાળકનું પરિપાલન મંત્રીથી–પ્રેમથી કરે છે. તે માંદું હોય છે તે કરૂણાથી તેની બરદાસ્ત કરે છે. વિદ્યાભ્યાસ