________________
કરીને પુત્ર માતા કરતાં વધારે શાણો અને વિદ્યાકુશળ બને છે તે માતા તેને આનંદિત અંતઃકરણથી પંપાળે છે અને આગળ જતાં તે પોતાનો સંસાર સ્વતંત્રપણે ચલાવવા માંડે કે માતાના મનની વિરૂદ્ધ ચાલવા માંડે ત્યારે તે તેની ઉપેક્ષા કરે છે–મધ્યસ્થ વૃત્તિ ધારણ કરે છે પરંતુ કદાપિ પુત્રનો ટ્રેષ કરતી નથી. માતાના પ્રેમનાં ગીતો અનેક કવિઓએ ગાયાં છે તેનું કારણ એ છે કે તે પ્રેમ આવે અલોકિક છે. તે જ પ્રેમમય મનોવૃત્તિ ધારણ કરીને મહાત્માઓ જગતનું કલ્યાણ કરવાને તત્પર થાય છે. જે બ્રહ્મદેવને કેટલાક પિતામહ કહે છે તે આ ચાર મનોવૃત્તિની સાક્ષાત મૂર્તિ છે. જરા નદીને કાંઠે ભગવાન બુદ્ધ રહેતા હતા ત્યાં તેમની સમીપે બ્રહ્મદેવ આવ્યા એવું કથન બૌદ્ધ ધર્મના ગ્રંથમાં કરવામાં આવેલું છે, તેને તત્ત્વાર્થ એટલો જ છે કે એ ચારે મનોવૃત્તિઓ તેમના મનમાં વિકાસ પામી. (૪૩–૪૪)
[ નિમ્ન લેકમાં ઈષ્ય તથા પ્રાદના પરસ્પર વિરૂદ્ધ ફળનું કથન કરવામાં આવેલું છે. ]
મો ૪ કલા ईर्ष्यायाः फलमाप्स्यसि प्रगुणितामा परेभ्यः पुन । मोदस्योत्कटमोदमेव जगतस्त्वं लप्स्यसे प्राञ्जलम् ॥ मोदन्तां मम सम्पदा परजनाः कुर्वन्तु नेामिति । वाञ्छा ते मनसस्ततो भज सदा मोदं त्वमीा त्यज॥
ઈર્ષ્યા અને અમેદનું ફળ. ભાવાર્થ-જો તું બીજાની ઈર્ષ્યા કરીશ તો બીજાઓ તારી વધારે ઈર્ષ્યા કરશે એટલે ઈર્ષ્યાનું ફળ ઈષ્યમાં જ આવશે. જે તું બીજાની સંપત્તિથી પ્રમોદ પામીશ તે બીજાઓ પણ તારી સંપત્તિ જોઈ ખુશી થશે એટલે પ્રમોદનું ફળ પ્રમાદમાં જ આવશે. જે તારી એવી ઈચ્છા હોય કે મારી સંપત્તિ દેખી બીજા બધા ખુશી થાય અને કોઈ પણ મારી ઈર્ષ્યા ન કરે તે તું પણ બીજાની ઈર્ષ્યા ન કરતાં પ્રમોદભાવ રાખ.