________________
૧૧૨
૧૪ પરિચ્છે.
સેવાધ: કરૂણા ભાવના.
[હવે ત્રીજી કરૂણા ભાવના વિષે વિવેચન ચાલે છે.] હળામાંવના | ૪૬ ॥
कारुण्यं समदृष्टिलक्षणतया ख्यातं जिनेन्द्रागमे । मूलं धर्मतस्तदेव कथितं बौद्धैस्तथा वैदिकैः ॥ श्रामण्यं न तदन्तरेण सुलभं न श्रावकत्वं पुनः । सेवाधर्मपथे पदं न चलितुं शक्यं विनैतद्ध्रुवम् ॥
કરૂણા ભાવના,
ભાવા—જૈન શાસ્ત્રમાં કરૂણાને સમદષ્ટિના લક્ષણ તરીકે ઓળખાવી છે. બૌદ્ધ અને વેદશાસ્ત્રમાં કરૂણાને ધવૃક્ષના મૂલ તરીકે જણાવેલી છે. કરૂણા—દયા વિના શ્રામણ્ય-સાધુપણું અને શ્રાવકપણું પ્રાપ્ત થતું નથી. તેમ જ સેવાધ` કે પરોપકારના માર્ગમાં કરૂણા વિના એક ડગલું પણ ચાલી શકાય તેમ નથી. (૪૬)
વિવેચન—સમાન પ્રાણીઓ સાથે મૈત્રીભાવના અને મેટા પ્રત્યે પ્રમાદભાવનાને હૃદયમાં સ્થાન આપવાની સાથે પાતાથી જે નાના હાય, ક્ષુદ્ર હાય, સાધનશક્તિ–સંપત્તિમાં દીન હેાય તેમની પ્રત્યે કરૂણા ભાવના ખિલવવી એ સેવાધર્માંને ગ્રહણ કરનારની ફરજ થઈ પડે છે. સેવાનાં વાંચ્છુ બહુધા દીન—ક્ષુદ્ર જીવા જ હેાય છે. સેવાનું નિર્માણ જ બહુધા તેવા પ્રાણીઓ માટે થએલું હોય છે; એટલે એક સેવાધર્મી મનુષ્યને તે ધમ ગ્રહણ કર્યાં બાદ સમાન અને મેટાં મનુષ્યા કરતાં નાનાં અને ક્ષુદ્ર પ્રાણીએ સાથે વધારે પરિચયમાં આવવાનુ હાય છે અને તેથી સેવાધર્મોમાં આ ભાવના સર્વોપરિ ભાવનાનું સ્થાન લેછે; અને તેટલા માટે ગ્રંથકાર કહે છે કે