________________
૧૨૧
ધન હોય છે અને કોઈની પાસે શારીરિક ધન હોય છે. કોઈ માનસિક ક્ષુધાથી પિડાતા જેવો હોય છે અને કોઈ આર્થિક ધનની તંગીથી ગરીબ હોય છે. જે જે મનુષ્ય કિવા પ્રાણી છે જે દિશાએ દીન હોય તે તે મનુષ્ય કિંવા પ્રાણીને તે તે દિશામાં સહાય કરવી, એ જ સાચી કરૂણા છે. ધનવાન પણ વૃદ્ધ હોય અને તેની સેવાર્થે કોઈ પુત્ર–પૌત્રાદિ ઉપલબ્ધ ન હોય તે તેને આર્થિક સહાયકની જરૂર હોતી નથી પરંતુ માનસિક અને શારીરિક સહાયકની જરૂર હોય છે. એવા દીન વૃદ્ધને આશ્વાસન વડે માનસિક સહાય કરનારો અને સેવા–શુશ્રષાવડે શારીરિક સહાય કરનાર મનુષ્ય સાચો કરૂણાશીલ મનુષ્ય લેખાય. એ જ રીતે અન્ય મનુષ્યો તથા પ્રાણીઓનું સમજવું. બીજી રીતે જોઈએ તે કઈ અનાથ બાળક હોય અને તેને ભણવાની આવશ્યકતા હોય. પિતાને કઈ ભણાવે એ હેતુથી તે ભિક્ષા માંગતા હોય, તો તેને પોતાને ઘેર રાખીને રોટલા ખવરાવી ચાકર બનાવવો તે ખરી કરૂણું નથી. તેની દીનતા ભણતર પૂરતી છે માટે તેને ભણતર પ્રાપ્ત કરાવી તેની દીનતા ટાળવી જોઈએ અને એ જ સાચી કરૂણા છે. (૫૦)
सप्तम परिच्छेद.
સેવાધર્મ: માધ્ય ભાવના. Tહવે ચોથી મધ્યસ્થ ભાવનાનું પ્રકરણ પ્રારંભાય છે. ]
માથરશ્ચમનાં ! ૧૨ છે. पापेभ्यः परिमोचनाय जगतश्चेत्ते मनोभावना । माध्यस्थ्यं परिशीलनीयमनिशं तस्यास्तदा सिद्धये ॥ माध्यस्थ्येन विना मनस्समतुला वैषम्यमापद्यते ।