________________
૧૧૪
દૃષ્ટાંત–શ્રી મહાવીર સ્વામીની છદ્મસ્થપણાના સમયની કરૂણ ભાવનાનું એક દૃષ્ટાંત એવું છે કે તે એક વાર કનકખલ નામે તાપસના આશ્રમમાં ચંડકૌશિક નામના સપને પ્રતિબોધ કરવા માટે ગયા હતા. બીજા લેકેએ તેમને ત્યાં જવાની ના કહ્યા છતાં તે તે જ રસ્તે ગયા અને સર્પના રાફડા પાસે કાયોત્સર્ગ કરીને ઊભા. તેમને જોઈને સર્પ મુખમાંથી વિશ્વની વાલા સ્કરાવવા લાગ્યો પરંતુ મહાવીર સ્વામીને જવાળા કશી અસર કરી શકી નહિ, તેથી તેમના પગ પર દંશ દીધો એટલે મહાવીર સ્વામીના પગમાંથી ગાયના દૂધ સરખું રૂધિર નીકળવા લાગ્યું. મહાવીર સ્વામી બોલ્યાઃ “હે ચંડકૌશિક, બોધ પામ, બોધ પામ.” આ શબ્દો શ્રવણ કરતાં ચંડકૌશિકને પિતાને પૂર્વભવને તમોગુણ યાદ આવ્યો અને તેના ફળરૂપ આ અવતાર પણ યાદ આવ્યું, તેથી પશ્ચાત્તાપ કરતા તે સર્પ મહાવીર સ્વામીને પ્રદક્ષિણા કરી, વંદન કરી, ૧૫ દિવસ અનશન ગ્રહણ કરી મૃત્યુ પામ્યો. અપકાર કરનાર સર્પ જેવા ક્ષુદ્ર પ્રાણુ ઉપર પણ અનુકંપ–કરૂણું ધારણ કરવાને બોધ એ દષ્ટાન્તમાંથી પ્રાપ્ત થાય છે. (૪૬) [ હવે કરૂણાના ફળનું કથન કરવામાં આવે છે.]
TIBસ્ટમ્ I૪૭ || सर्वेऽपि प्रियजीवनास्तनुभृतो वाञ्छन्ति सौख्यं सदा। दुःखं कोऽपिन वाञ्छति त्वमिव नो मृत्युं न चानादरम॥ यत्त्वं वाञ्छसि देहि तत्करुणयाऽन्येभ्यो जनेभ्यो मुदा। त्वं तत्प्राप्स्यसि दैवतो बहुतरं सद्यश्च यद्दीयते ॥
કરૂણાનું ફળ. ભાવાર્થ–સર્વ જીવોને જીવન પ્રિય છે એટલે બધા છો હમેશાં સુખને ચાહે છે, કોઈ પણ જીવ તારી માફક જ દુઃખની ઈચ્છા કરતો નથી, મૃત્યુ અને અપમાનને રહાત નથી. તું જેની ઈચ્છા કરતે હે તે તું