________________
એટલે અહીં આવી શકશે નહિ.” વૃદ્ધાએ પૂછયું: “વારું, તેને શું દર્દ છે ?” જુવાને કહ્યું: “તે તે કાંઈ મને ખબર નથી, પણ મારી માતા તેની માવ જત સારી રીતે કરે છે.” “કોની દવા કરો છો ?” જુવાને કહ્યું: “દવા તો કોઈની કરતાં જ હશે ને!” “વારૂ, મારી સંસ્થામાં અનેક ગરીબ કન્યાઓ, વિધવાઓ અને અશક્ત બાઈઓ છે, તેમની પ્રત્યે તમે સમાન દષ્ટિથી રહેશે તે—”જુવાન અધવચ બોલ્યો : “જરૂર, દેશનાં દુખી બાળકોને જોઇને મારા હૃદયને આજથી નહિ પણ હું જ્યારે કોલેજમાં હતો ત્યારથી દુઃખ થતું હતું તેથી માત્ર ઉદર પૂરવા જેટલા જ બદલાથી મારા કુટુંબીઓની જરા પણ ચિંતા કર્યા વગર હું આપની સંસ્થામાં સેવા કરવાને રહેવા ઈચ્છું છું; તો પછી આપ સમજી શકશો કે સંસ્થાની ગરીબ બિચારી બાળાઓ, દુર્ભાગી વિધવાઓ અને દર્યાર્દ અશક્ત સ્ત્રીઓ પ્રત્યે મારી દયા ભાવના—” આ ભાષણ સાંભળીને શ્રદ્ધાથી વધારે વાર ધીરજ રાખી શકાઈ નહિ. તે બોલીઃ “અરે મિસ્તર દેશ સેવક! મને તમારી સેવાની ભાવનાનો જરા પણ વિશ્વાસ નથી, માટે મારી સંસ્થામાં તમને મુફત રાખવાને પણ હું તૈયાર નથી. જે માણસ પિતાની સ્ત્રીનું ઉદર ભરવાની ચિંતા રાખતો નથી, જેને પોતાની માંદી સ્ત્રીના દર્દની કે તેને આષધોપચારની ખબર નથી, જેને સ્ત્રી પ્રત્યેનો પ્રેમ એટલે શું તે માલૂમ નથી, તેની પ્રેમભાવના મારી સંસ્થાની ગરીબ બાળાઓ અને સ્ત્રીઓ ઉપર આકર્ષાય એ હું માનતી જ નથી. એ સંભવિત પણ નથી. કુદરતે જેને પોતાનાં જ બનાવ્યાં છે તેને જે ચાહતો નથી તે પરાયાને ચાહે એ નહિ બનવાજોગ છે.” જુવાન ગેજ્યુએટની આંખો પિતાની પહેલી ફરજ પ્રત્યે ઉઘડી કે સૌથી પહેલાં આપ્તજનો પ્રત્યેની પોતાની નિર્મળ પ્રેમભાવના વિના સમાજસેવા કે દેશસેવા વ્યર્થ છે. એ જ રીતે મૈત્રીભાવના વિકસાવવામાં ક્રમાનુસારી થવું એ ઈષ્ટ છે. (૩૮)
[મૈત્રીને ઘાત થાય તેવા સંગોની ઉપસ્થિતિ થતાં કેમ વર્તવું તે વિશે હવે ગ્રંથકાર કહે છે. ]