________________
હિતમાં એવા ઉત્પાત શું ઓછા હાનિકારક છે? અને જ્યાં બે વ્યક્તિઓના સ્વભાવ કે પ્રકૃતિને ભેદ હોય ત્યાં તો માત્ર કુદરતી ગતિને સમજીને જ મૈત્રીભાવનાને ટકાવી રાખવી જોઈએ. સંસારમાં સ્વભાવભેદ આજકાલ સ્થળે સ્થળે અને ક્ષણે ક્ષણે દૃષ્ટિગોચર થતા જ રહે છે, અને પછી અશાન્તિના વાયુ વાય છે. ઘણાકોની ધીરતા અને સ્થિરતા તે વખતે તૂટી જાય છે; પરતુ જે તેઓ એટલી તત્ત્વવિચારણા કરે કે ઃ સ્વમાવો ઉમ્ર અતિ સ નિત્ય
ત્તિનમ: અત-જેનો જેવો સ્વભાવ પડ્યો હોય છે તે હમેશાં નહિ નિવારી શકાય તેવો જ રહે છે, તે કદાપિ મંત્રીભાવના તુટવાનો અવસર જ આવે નહિ. (૩૯)
[ હવે જૂદા જૂદા ધર્મનાં દેશનાં અને જાતિનાં મનુષ્યોમાં પણ મૈત્રી કેટલી સંભવિત અને સ્વાભાવિક છે, તે ઉદાહરણોથી બતાવવામાં આવે છે ].
वैधादिषु सत्स्वपि न मैत्रीघात: । ४० ॥ वैधयेऽपि सहैव तिष्ठति सदा किं द्रव्यषट्कं न वा। वैदेश्येऽपि चकोरचन्द्रकुमुदे हासो न मैत्र्याः सदा ॥ वैजात्येऽपि वने सहैव तरवस्तिष्ठन्ति वल्ल्यादिभिः। किं त्याज्या मनुजैस्तदा सुखकरी मैत्र्यल्पभेदोद्भवे ॥
વૈધર્માદિ છતાં પણ મૈત્રાને ઘાત થતા નથી. આ ભાવાર્થ-ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યના ધર્મો જુદા જુદા છે છતાં પણ છએ દ્રવ્ય સાથે સાથે આ લેકમાં રહે છે; કુમુદ, ચકર અને ચંદ્ર ભિન્ન ભિન્ન દેશના હોવા છતાં તેમની મિત્રીમાં કોઈ પણ કાળે ઘટાડો થતો નથી. ઝાડ અને લતાઓમાં અનેક જાત હોવા છતાં એક વનમાં સાથે ને સાથે રહે છે; જ્યારે એ પદાર્થો તથા પ્રાણીઓમાં ધર્મભેદ, દેશભેદ કે જાતિભેદ મત્રીબાધક થતું નથી, તે પછી મનુષ્ય સાધારણ ભેદને ઉદય થતાં સુખ કરનારી મિત્રીને ત્યાગ કરે તે શું ઉચિત ગણાય? નહિ જ. (૪૦)