________________
-
૧૦૧
-
વિવેચન–પૂર્વ કમાં ધર્મ, દેશ, જાતિ આદિની ભિન્નતા ઉપસ્થિત થતાં કેવા વિચારથી મત્રીભાવનાને જ વળગી રહેવું તેની તત્ત્વવિચારણા કરવામાં આવી અને આ શ્લોકમાં એ તત્ત્વવિચારણની સફળતા જગતમાં કેવાં કેવાં ઉદાહરણોમાં થતી દેખાય છે તે ગ્રંથકાર સમજાવે છે. વૈધમ્મના દષ્ટાંતમાં તે પડ દ્રવ્યનું ઉદાહરણ આપે છે. ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને પરમાણુ યુગલ
એ છએ દ્રવ્યો જગતમાં એકી સાથે અસ્તિત્વ ધરાવે છે. એ દ્રવ્યોના ધર્મો કાંઈ એકસરખા નથી, બલકે પરસ્પર વિરૂદ્ધ પણ છે. ધર્માસ્તિકાયનો ગુણ કોઈ વસ્તુને ગતિમાન કરવામાં સહાય કરવાનો છે અને અધર્માસ્તિકાયનો ગુણ કોઈ પણ ગતિમાન વસ્તુને સ્થિર કરવાનો છે. જેવી રીતે હવામાં ઓકસીજન, નાઈટ્રોજન, કાર્બોનિક એસીડ ગેસ, વગેરે વાયુઓ એકી સાથે એક જ સ્થળે અને હવાના એક પરમાણુની અંદર પણ અસ્તિત્વ ધરાવી રહે છે, તેવી રીતે પરસ્પર વિરૂદ્ધ ગુણોવાળા હોવા છતાં આ છએ દ્રવ્યો જગતમાં એકી સાથે વસે છે. એ પ્રમાણે અજીવ પદાર્થોમાં પણ વૈધમ્ય નહિ પણ મિત્રી જ રહેલી છે. વિદેશ્યના ઉદાહરણમાં કુમુદ, ચંદ્ર અને ચકોને ગ્રહણ કરવામાં આવેલાં છે. કુમુદ સરોવરમાં નિવાસ કરે છે, ચકોર વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને ચંદ્ર આકાશમાં વસે છે. તે ત્રણે એક બીજાને મન પરસ્પર વિદેશી જ છે. પરંતુ તેઓની મૈત્રી કેવી છે? ચકર જ્યારે ચંદ્રોદય થાય છે, ત્યારે જ ઉલ્લસિત થાય છે. અલબત્ત, ચંદ્ર, ચકોર અને કુમુદની મત્રી એકતરફી છે, પિતાનાં પ્રેમી મિત્રો ચકોર અને કુમુદને જોઈને ચંદ્રને કે આનંદ થાય છે તે આપણે જાણતા નથી, પરંતુ અત્ર માત્ર વૈદેશ્યની દૃષ્ટિએ જ મિત્રીનું અવલોકન કરવાનું હોવાથી એ મિત્રીની બીજી બાજુ ગ્રહણ કરવાની આવશ્યકતા રહેતી નથી. વિજાત્યને દાખલ જૂદી જૂદી જાતનાં તરૂએ અને વનસ્પતિને લેવામાં આવ્યો છે. એક વનમાં સેંકડો જાતિનાં વૃક્ષો હોય છે, પરંતુ તેઓ એક સાથે મિત્રીપૂર્વક ઊભાં રહે છે; તેઓમાં કાંઈ વૈજાત્યને કારણે કલહ થતો નથી. જ્યારે અજીવ દ્રવ્યોમાં, પ્રાણુઓમાં અને વનસ્પતિમાં પણ આવી મિત્રી છે, ત્યારે મનુષ્યમાં તે મૈત્રી