________________
વિકાસ અને તેના ક્રમના સંબંધમાં બુદ્ધનું કથન પણ આ વિચારને અનુરૂપ જ છે. બાદ્ધ ગ્રંથમાં મૈત્રીભાવનાનું વિધાન કરતાં કહેવામાં આવ્યું
अत्तपमाय सब्बेसं सत्तानं सुखकामतं । पस्सित्वा कमतो मेत्तं सब्बसत्तेसु भावये ॥
અર્થાત-આપણું પેઠે જ સર્વ પ્રાણ સુખની ઇચ્છા કરે છે, એમ સમજીને ક્રમે ક્રમે સર્વ પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન કરે. આ સંબંધે વિશેષ ઉપદેશ બુધે “કકચૂપમ સુત્ત માં કરેલ છે. તે ઉપદેશનું તાત્પર્ય પણ ક્રમે ક્રમે મૈત્રીભાવનાને વિસ્તારવાનું છે.'
દૃષ્ટાંત–એક નવા ગ્રેજ્યુએટના મનમાં વિદ્યાર્થી અવસ્થાથી જ દેશની સેવા કરવાના વિચારે રમ્યા કરતા હતા, અને તેના મનમાં કાંઈ કાંઈ અભિલાષ ભરેલા હતા. તે બી. એ. ની પરીક્ષામાં પસાર થયો કે તુરત એક મોટા શહેરની “વનિતાવિશ્રામ” જેવી સંસ્થામાં સેવાભાવનાથી નોકરી કરવાને તૈયાર થયા. વનિતાવિશ્રામ કાઢનાર વૃદ્ધ ધનવાન બાઈની પાસે તે ગયે અને તેણે પોતાનો નોકરી કરવાનો વિચાર જણાવ્યો એટલે વૃદ્ધ બાઇએ પૂછયું: “વારૂ, તમે પગાર શો લેશે ?” ગ્રેજ્યુએટ જુવાને જવાબ આપેઃ “માત્ર પંદર રૂપિયા.” બાઈએ પૂછયું “તમે શું પરણેલા નથી?” જુવાને કહ્યું: “પરણેલે તો છું.” “ત્યારે તમે બે માણસ પંદર રૂપિયામાં પૂરું કરી શકશે?” “હું માત્ર સેવાબુદ્ધિથી જ આપની સંસ્થામાં જોડાવા ઈચ્છું છુંઃ મને ધનને લોભ નથી.” “ ત્યારે તમે ગર્ભશ્રીમંત છો ?” ભુવાને કહ્યું: “નાજી, હું સામાન્ય સ્થિતિને છું, પરંતુ સ્ત્રીના પોષણ જેવી મારી સ્વાર્થી ભાવનાથી પ્રેરાઈને વનિતાવિશ્રામ જેવી લોકોપકારક સંસ્થા પાસેથી વધારે દ્રવ્ય લઉં એવું કશું મારી સેવાવૃત્તિને રૂચ, નથી. સ્ત્રી વળી હરકોઈ રીતે પોતાનું ઉદર ભરી લેશે.” વૃદ્ધ આઈને આવી સેવાભાવનાથી આશ્ચર્ય થયું. તેણે કહ્યું: “ત્યારે તમે કાલે તમારી સ્ત્રીને લઈને મારી પાસે આવજે.” જુવાને કહ્યું : પણ તે માંદી છે,