________________
વતી દાસી હતી. એકદા ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોતની દૃષ્ટિએ તે પડી અને રાજા તેની ઉપર મોહિત થયો, પરંતુ ઉદાયન રાજાએ તેની માંગણી સ્વીકારી નહિ; એટલે તેણે એ દાસીનું હરણ કરવાનો નિશ્ચય કર્યો.. ચંડ પ્રદ્યોત એક વાર હાથી પર બેસીને દાસીનું હરણ કરવા નિકળ્યો, પરંતુ ઉદાયનને હાથ પકડાઈ ગયો અને ઉદાયને તેને કેદમાં પૂર્યો. સંવત્સરીને દિવસ આવતાં ઉદાયન સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પહેલાં સૌને ખમાવવાની સાથે કેદીઓને પણ ખમાવવા ગયો. ખમાવતાં ખમાવતાં તે રાજા ચંડપ્રદ્યોત પાસે આવ્યો અને બોલ્યોઃ “મેં તમને કાયદા પ્રમાણે તમારા ગુન્હાની સજા કરી છે, પણ મારા મનમાં તમારી પ્રત્યે અંગત દેષ નથી, માટે તમે ખમજે. ” ચંડપ્રદ્યતે કહ્યું: “મને કેદમાંથી બહાર કાઢી તારી દાસી સુવર્ણગુલિકા પરણાવે તે જ હું ક્ષમા આપું. હું પણ શ્રાવક છું અને એથી મારે પણ પ્રતિક્રમણ થાય.” ઉદાયને તેને બહુએ સમજાવ્યો પણ તે સમજે નહિ. છેવટે “દાસીપતિ ” એવા અક્ષરે પિતાના કપાળમાં કંભાવવા ( ડામ દેવા ) ની શરતે તેને સુવર્ણગુલિકા પરણાવવાનું ઉદાયને કબૂલ કર્યું અને એ રીતે ખમતખામણાં કયાં. (૩૭) [ હવે મૈત્રીભાવને વિકાસ કેવે ક્રમે કરે તે દર્શાવવામાં આવે છે. ]
મિત્રોને.. રૂ૮ . मैत्री कल्पलता प्रयाति विततिं शक्तेर्विकाशो यथा। तस्यास्तिष्ठति मूलमात्मनिलये स्कन्धस्तु सम्बन्धिषु ॥ शाखा-देश-समाज-मानवगणे विस्तारमापद्यते। सर्वप्राणिगणे तदीयशिखरं प्रान्ते जगद्व्याप्नुते ॥
મૈત્રીને ક્રમ. ભાવાર્થ-જેમ જેમ માણસની શકિતને વિકાસ થતો જાય, તેમ તેમ મૈત્રીરૂપ કલ્પલતા વિસ્તાર પામતી જાય. તે કલ્પલતાનું મૂળ પિતાના