________________
છે અને અકર્તવવાદીઓ તો તેથી પણ આગળ વધીને જગતનાં જંતુ માત્રને પિતાનાં બંધું તુલ્ય સિદ્ધ કરે છે તે કેવી રીતે? જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે. न सा जाई न सा जोणी । न तं ठाणं न तं कुलं ।
न जाया न मुया जत्थ । सव्वे जीवा अणंतसो ॥
અર્થાત–લોકોમાં અનંતાનંત જીવો છે તે દરેક જીવની સાથે એકેક જીવે માબાપ, ભાઈ–ભગિની, પુત્ર-પુત્રી, સ્ત્રી, ઈત્યાદિ સગપણે અનંત વાર બાંધ્યાં છે; એવા સંબંધ વિનાનો એક પણ જીવ નથી. આવા સંબંધથી બંધાએલા જીવોને શત્રુ કે વૈરી લેખવા તે કેવળ અયુકત છે. તેઓની પ્રત્યે તે પ્રત્યેક મનુષ્ય ભ્રાતૃભાવ જ વિકસાવ ઘટે.ઈહલોકની અને પરલોકની ગણત્રી કરીને જ જ્યાંસુધી દૃષ્ટિની વિષમતા ટાળવાનો યત્ન કરવામાં આવતો નથી ત્યાં સુધી દષ્ટિની વિષમતા પૂરી રીતે ટળતી નથી અને વસુધાને કુટુંબ માનવા જેવી મિત્રીભાવના ખીલતી નથી. - દષ્ટાંત-જેઓ ઈહલોકપરલોકની ગણત્રી કરતાં નથી, જેઓ વૈરને ટકાવી રાખતાં સમજતાં નથી કે એ વૈરવાળા પિતાના ભાવી જન્મોને પણ દગ્ધ કરનારી નીવડશે, તેઓને માટે એક દષ્ટાંત આપવામાં આવે છે. એક ગામડામાં એક માછી રહેતે હતો. કાંઈ કામ પ્રસંગે શહેરમાં જતાં રસ્તામાં નદીકાંઠે ઝાડ ઉપર એણે પક્ષીનો માળો છે. તેમાં તેણે ઇંડાં જોયાં એટલે તેને તે ખાવાનું મન થયું, અને તે લઈને એ શહેરમાં ગયો. શહેરમાં એક મિત્રને ત્યાં જઈ તેણે ઇંડાં પકવ્યાં અને ખાધાં, એમાંથી એક તેણે એના ભાઈબંધની છોકરીને આપ્યું. તેને એ છોકરીને એવો સ્વાદ લાગ્યો કે તે દિવસથી એ છોકરી પાડોશીની મરઘીનાં ઇંડાં ચોરી લાવીને ખાતી. છોકરીને પોતાનાં ઇંડાં ખાતી જોઈ ને મરઘીને ક્રોધ આવ્યો અને એણે પ્રભુને એવી પ્રાર્થના કરી કે –“હે ભગવાન! આવતા જન્મમાં હું રાક્ષસી થાઉં અને આ છોકરીનાં સંતાન ખાઉં એમ કરજે.” કેટલાક દિવસ પછી એ મરઘી અને છોકરી અને મરી ગયાં અને બન્ને એક જ ઘરમાં અવતર્યા. મરઘી બિલાડી થઈ અને છોકરી મરઘી થઈ. મરધી ઇંદ્ર,