________________
રૂપી લતાને સિંચનાર મેઘ, ધર્મરૂપી કમલને બાળનાર હિમ, ભયની ખાણ, કર્મના ધોધના આશ્રય રૂપ, રાગદ્વેષ રૂપ પહાડનું શિખર અને વિક્ષેપની સંતતિને ઉત્સવના સાધન તરીકે ઓળખાવીને યથાર્થ ઉક્તિ કરી છે. જ્યાંસુધી એ વૈર બાંધવાની વૃત્તિને ચિત્તમાં સ્થાન મળ્યા કરે. ત્યાંસુધી મિત્તિ તે સાસુ–સર્વ ભૂત પ્રત્યે મૈત્રી ધારણ કરવાને ચિત્તવૃત્તિને અવકાશ જ ત્યાંથી મળે? શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે નિવ: સર્વતેy : સ મામેતિ પાંડવ-હે પાંડવ ! જે સર્વ જીવો પ્રત્યે નિર–વૈરહિત વૃત્તિને હોય છે તે જ મને–પ્રભુને પ્રાપ્ત કરે છે. એ કથનમાં પણ નિર્વેરતાધારા મૈત્રીરૂપ સમભાવનાને જે ઉપદેશ રહેલો છે. “માથી” ની વાર્તામાં ઈશુએ કહ્યું છે કે “તું તારા વૈરી ઉપર પ્રીતિ કર” અને “તને એક ગાલ ઉપર તમાચો મારે તેની પાસે તું તારો બીજો ગાલ ધર.” જ્યાં સુધી નિર્વેરતા દ્વારા મંત્રીની ઉપાસના કરવામાં ન આવે ત્યાં સુધી વસુધૈવ કુટુમ્ ની ભાવના કિંવા આત્મપામ્ય ભાવ સિદ્ધ થતો નથી. , શંકા–હમેશાં વૈરબુદ્ધિથી જ વૈર બંધાતું નથી. સત્યવાદી મનુષ્ય સત્ય બોલે કે સત્યાચરણ કરે તો પણ દુર્જન તેની ઉપર વૈર ધારણ કરે. છે. એવા દુર્જનના વરને જીતીને તેની મિત્રી બાંધવી તે કેમ બને?
સમાધાન–ગ્રંથકારે અત્ર મૈત્રી ભાવનાનું હૃદયમાં સ્થાપન કરવાને બોધ કરતાં કહેલું છે કે વૈરની જડને હૃદયમાંથી જલ્દી ઉખેડી નાંખ; અને તેમાં દુર્જનના વૈરને જીતવાનો પણ વિધિ અંતર્ગત છે. મિત્રીની ભાવનાથી જે મનુષ્યનું હૃદય તરબોળ થએલું હોય છે તે તે દુર્જનનું વૈર પણ શમી જાય છે, એટલું એ હૃદયનું આકર્ષણ થાય છે. ઋષિ-મુનિઓના ખીલેલા આત્મબળ અને સમવૃત્તિના આકર્ષણથી સિંહ-વ્યાધ્ર જેવા પણ પોતાની દુષ્ટતાને વિસરી જાય છે. માત્ર જે જરૂરનું છે તે મિત્રી ભાવના હૃદયમાં જડાએલી હોવી જોઈએ, નહિ કે માત્ર વાણીમાં જ હોવી જોઈએ. હદયનો સગુણ હમેશાં દુર્ગુણ ઉપર જય મેળવે છે જ. “ધમ્મપદ નામના બૈદ્ધ ગ્રંથમાં પણ કહેવું છે કે –