________________
અર્થાત–એક પુરૂષ દિવસે દિવસે લાખ સુવર્ણનું દાન દે અને બીજે સામાયિક કરે તે સુવર્ણનું દાન સામાયિકની બરાબર ન થાય. ચિત્તવૃત્તિને સ્થિર–સમ કરવી એ એક માનસિક યોગનો પ્રકાર છે. દુષ્ટ વિચારો કરતાં એક સ્થળે બે ઘડી સુધી બેસી રહેવાથી સામાયિકનો હેતુ સરત નથી એમ કેટલાકે સમજે છે અને તેથી સામાયિક કરવાની પરવા કરતા નથી; પરન્તુ ચિત્તને દુષ્ટ વિચારમાં ન વર્તવા દેવા માટે ધાર્મિક વિચારોથી ભરેલા ગ્રંથનું વાચન કરવું, સ્તોત્રપાઠ કરવો કિવા માળા ફેરવવી એવા ઉપચારવડે ચિત્તવૃત્તિને અધમ માર્ગે જતી અટકાવી શકાય છે. વૃત્તિને પતિત થતી અટકાવ્યા પછી તેને સ્થિર કરવાનું પણ અભ્યાસથી બને છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે –
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।। अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥ .
અર્થાત–હવે મારામાં સારી રીતે ચિત્તને સ્થિર રાખવાનું તારાથી બની શકતું ન હોય, તો તે ધનંજય! અભ્યાસની સહાયથી એટલે કે પુનઃ 'પુનઃ પ્રયત્ન કરીને મારી પ્રાપ્ત કરી લેવાની ઉમેદ રાખ. સામાયિકની -ચિત્તને સ્થિર રાખવાનો લાભ પણ અભ્યાસવર્ડ પ્રાપ્ત કરી શકાય છે; તેટલા માટે સામાયિકનો પૂરો લાભ તત્કાળમાં પ્રાપ્ત ન થાય તે તેથી નિરાશ થઈને તેનો ત્યાગ કરવો જોઈએ નહિ. (૨૩)
[હવે સામાયિક કરવાના સમયની અને તે સમયમાં ત્યજવાના દેશોની સમજણ આપવામાં આવે છે.]
સામાચિહ્યાવરવતા | રક प्रातः प्रागशनात् प्रसन्नमनसाऽवश्यं विदध्यादलं । स्वच्छः शान्तनिकेतने प्रतिदिनं सामायिकं भावतः॥ त्यक्तव्या विकथा मनस्तनुवचोदोषाः समग्राः स्वतोनैर्मल्यं च भवेद्यथा परिणतेः स्थैर्य च कार्य तथा ॥