________________
૬૨
સેવાવ્રત૬ રજ છે षष्ठे यद्विहिता दिशां परिमितिस्तत्रापि संक्षेपतोद्रव्यादेः परिमाणमादरधिया कृत्वाऽऽश्रवो रुध्यते ॥ 'प्रोक्तं तदशमं व्रतं मुनिवरैर्देशावकाशाभिधं । षटकोटया प्रतिपालनीयमनिशं कालं यथेष्टं पुनः॥
દેશાવકાશિક વ્રત, ભાવાર્થ-છઠા વ્રતમાં દિશાઓનું જે પરિમાણ બાંધ્યું હોય તેમાં સંકેચ કરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ફરીને જે આદરપૂર્વક હદ બાંધવામાં આવે અને તેમ કરીને આશ્રવનો નિરોધ કરવામાં આવે તેને મુનિવર દેશાવકાશ નામે દશમું વ્રત કહે છે. આ વ્રત ચાર ઘડી કે એક રાત અથવા એક દિવસ પર્યત મરજી પ્રમાણે આદરવું અને તે છે કેટીએ કરી બરાબર પાળવું જોઈએ. (૨૫).
વિવેચન-પૂર્વે છઠ્ઠા વ્રતમાં દિશાઓનું પરિમાણ બાંધીને જે સંયમ આદરવામાં આવ્યો હોય છે તે આ દશમા વ્રતના આદરથી વધારે આગળ વધે છે. છઠું વ્રત આદરનાર અર્થાત દિશાઓનું માપ બાંધીને એ દિશાઓની અંદર જ આવજા કરવાની કિંવા એ વિસ્તારની અંદરથી જ મંગાવેલી વસ્તુઓનો ઉપભોગ કરવાની પ્રતિજ્ઞા જીવનપર્યત કિંવા એક કે પાંચ વર્ષ પર્યત લઈ શકે છે; પરન્તુ આ દેશવકાશિક વ્રત સંયમ રાત કિંવા દિવસ કિંવા રાત્રિદિવસના કોઈ ખંડ પૂર જ હોય છે. એટલે વખત ઘર, દુકાન કે શયાખંડની બહાર જઈને કોઇ પ્રવૃત્તિ કરવી નહિ એવું તેમાં સૂચન રહેલું છે. જેવી રીતે વીંછી કરડે છે ત્યારે શરીરના એક આખા ઉપાંગમાં તેનું વિષ ફેલાવાથી ચસકા આવે છે, પરંતુ માંત્રિક પિતાના મંત્રપ્રયાગવડે ઉપાંગનું વિષ એક છેડા ભાગમાં–આંગળીમાં લાવી મૂકે છે, એવી રીતે દિશાપરિમાણ વ્રતમાં જે છૂટ