________________
તે વિધિએ આ કાળમાં પરોપકાર માટે જ નિર્માણ કર્યા છે. આ ઉપમાનથી સમજી શકાશે કે જે સ્થાન આ વિશ્વમાં સૂર્ય-ચંદ્રાદિ દૈવી વસ્તુઓનું છે, તેવું જ મહત્ત્વનું સ્થાન સજજનોનું છે. સજજનોને શિરે જગત બધા ઉપર ઉપકાર કરવાનો જ–ઉપકાર પાછળ પોતાનું સમસ્ત જીવન ખપાવવાનો ભાર રહેલું છે. અત્ર તો માત્ર જીવનની તૃતીય અવસ્થાને જ પોપકાર– પ્રત્યુપકાર-સેવાધર્મમાં અર્પણ કરવાનો હેતુ રહેલો છે. એ અવસ્થામાં પણ એટલી સુજનતા જે ન આણી શકે તેવાઓની ઉપર કટાક્ષ કરતાં કહેવામાં આવ્યું છે કે –
तृणं चाहं वरं मन्ये नरादनुपकारीणः । घासो भूत्वा पशुम्पाति भीहन्पाति रणाङ्गणे ॥
અર્થાત–કેવળ અનુપકારી મનુષ્ય કરતાં તે એક તણખલું પણ સારું છે, કારણકે તે બિચારું ઘાસ કહેવાઈને પશુઓનું રક્ષણ કરે છે અને સમરાંગણમાં ભીરૂ જનોનું પણ રક્ષણ કરે છે–તાત્પર્ય કે ભીરૂઓ રણક્ષેત્રમાં વસ્તુતઃ “ઘાસ’ ખાતા કહેવાય છે તે એ તણખલારૂપ કહેવાતા ઘાસને જ ઉપકાર છે ! (૩૨)
[ જાનવરોમાં પણ નૈસર્ગિક પોપકાર ઉત્તિ રહેલી છે તેના દાખલા હવે આપવામાં આવે છે. ]
___ प्राणिनामपि परोपकारवृत्तिः । ३३ ॥ कौशेयं रचयन्ति सूक्ष्मकृमयो नक्तंदिवं यत्नतः । स्वादिष्ठं मधुमक्षिका मधुभरं संचिन्वते सन्ततम् ॥ मुक्ता बिभ्रति शुक्तयोऽपि जठरे कस्तूरिकां सन्मृगा। एतेषामसुधारिणामपि जनुर्लोकोपकारार्थकम् ॥
પ્રાણીઓમાં પણ પરોપકારવૃત્તિ. ' ' , - ભાવાર્થ કોશેટાને સૂક્ષ્મ જંતુઓ રાત દિવસ યત્વે કરીને રેશમ
%ા વિકાસ
કરવૃત્તિ
અને રેશમાં