________________
૬૦
સામાયિક વ્રતની આવશ્યકતા,
ભાવા —-પ્રભાતના સમયમાં જમ્યા પહેલાં દરરોજ સ્વપણે શાન્ત-નિરૂપાધિક સ્થાનમાં જઇને પ્રસન્ન મનથી ભાવપૂર્વક એક સામાવિક પરિપૂર્ણ વિધિસહિત અવશ્ય કરવું તે એ. સામાયિકના સમયમાં વિકથા તજવી, મનના દોષ, વચનના દોષ, અને કાયાના દોષ દૂર કરવા અને જે જે પ્રકારે આત્માના પરિણામની નિર્મ્યુલતા અને સ્થિરતા થાય તેવી રીતે અનુાન કરવું જોઇએ. (૨૮)
વિવેચન—મૂર્તિ પૂજકે જેમ પ્રભાતમાં જ દેવપૂજા કે સંધ્યાપાસના આદિ કરે છે, યાગીએ પ્રભાતમાં જ યાગ પ્રક્રિયા કરે છે, તેમ ચિત્તન સમાવસ્થાનો લાભ કરી આપનાર સામાયિક પણ પ્રાતઃકાળમાં જ કરવું વિશેષ ચેાગ્ય છે. રાત્રિની નિદ્રા પછી મન તાજું અને નિળ થએલું હેાય તેવે વખતે આવી પ્રક્રિયા મન ઉપર સારી અસર કરતી હાવાથી ગ્રંથકારે ‘પ્રાત: પ્રધાનાત્ ’એટલે પ્રભાતે ભાજન કર્યાં પૂર્વ ભૂખ્યું પેટે સામાયિક કરવું એવું સૂચન કર્યું છે. ઉદરમાં આહાર પડવા પછી આહારના જૂદા જૂદા રસે। શરીરમાં ચડવા લાગે છે અને તેથી મન ઉપર રસ્તેગુણ તથા તમેગુણની અસર થવા લાગે છે; આ કારણથી ભૂખ્યું પેટે જ સામાયિક કરવું એ વિશેષ હિતાવહ છે. દિવસના બીજા ભાગોમાં સામાયિક કરવામાં કાંઇ જ હાનિ નથી. ઉપનિષદોમાં વાર, ખપેર અને સાંજ એમ ત્રણે કાળમાં સંધ્યા કરવાનું કહેલું છે અને ચિત્તશુદ્ધિને અર્થે એ ઉપયાગી છે; પરન્તુ પ્રાતઃકાળમાં મનની સમતા માટેની ક્રિયાઓ જેટલી લાભકારક નીવડે છે તેટલી બીજા કાળમાં નીવડતી નથી, તેટલા જ માટે ગ્રંથકારે પ્રભાતના સામાયિકને તેા અવશ્ય વિદ્યાત્ એમ કહ્યું છે. ઉપવાસવડે મન તથા તનના દેષોને મટાડવાની ચિકિત્સા કરનારા ડા. એટન સિંકલેર અને ડા. મેકફેડન પણ ભૂખ્યું પેટે મનને થનારા આધ્યાત્મિક લાભોનું વિગતે વર્ણન કરી બતાવે છે અને તેટલા માટે પ્રભાતના સામાયિકને આવશ્યક લેખવામાં સુઘટિતતા રહેલી છે. .સામાયિકનો કાળ મનની સમતાને અર્થે ગાળવાનો હાવાથી એ ધડીનું વ્રત લઈ એટા પછી મન, વચન અને કાયાને