________________
નહિ પણ અનુપકારી મનુષ્યને જે દાન દેશ, કાળ અને પાત્ર જોઈને આપવામાં આવે તે જ સાત્ત્વિક દાન કહેવાય છે. આવું સાત્વિક દાન સંત અતિથિને જ ઘટે. શરીરે રાતા–માતા વેશધારી બાવાઓ જેઓ પેટ ભરવાને કામ કરવાની આળસને લીધે મિક્ષ સેટ કરી ઘેર ઘેર ભટકે છે, ત્રાગાં કરે છે, લોકોને સતાવે છે, તેઓ કાંઈ સુપાત્ર અતિથિઓ હોઈ શકતા નથી. બીજી વાત એ કે સુપાત્ર અતિથિને દાન આપવું તો ખરું, પરંતુ તે કેવી કેવી વસ્તુઓનું ? ગ્રંથકાર કહે છે કે ચોરચાન્નોર્વત્રત્રનિ–અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર અને નિવાસ જે “યોગ્ય” હાય-અયોગ્ય ન હોય તે આપવું. દાનની વસ્તુમાં યોગ્યતા કેવી રીતે તપાસવી ? એક વસ્તુ રાત્રે ઉઘાડી પડી રહી હોય અને ગૃહપતિને શંકા હોય કે કદાચ તેમાં કોઈ ઝેરી જંતુની લાળ પડી હોય તેથી અજાણે તે ખાવી યોગ્ય નથી, તો તે અતિથિને આપી દે: આ પ્રકારની વસ્તુઓ દાનને માટે અયોગ્ય છે, તે જ રીતે કોઈ વાસી હોવાથી બગડેલી વસ્તુ હોય, કઈ વસ્તુ બીજી દુષ્ટ વસ્તુના સ્પર્શથી વ્રતધારી અતિથિને અગ્રાહ્ય હાય, એ પ્રકારની વસ્તુઓ દાનને માટે અયોગ્ય છે, અને તે અતિથિને આપવી એ દોષયુક્ત છે.આવું દાન પણ કેવળ શ્રેય માટે આપવું એટલે કે કાંઈ બદલાની અપેક્ષા વિના નિષ્કામબુદ્ધિથી આપવું જોઈએ. યોગ્ય વસ્તુનું દાન યોગ્ય પાત્રને કરવામાં આવે, પરન્તુ નિષ્કામ બુદ્ધિ ન હોય અને કંટાળાથી કે મત્સર ભાવથી દાન કરવામાં આવે તો તે દાન પણ નિષ્ફળ છે. દાનના પાંચ દોષ વિદ્વાનોએ કહેલા છે.
अनादरो विलंबश्च वैमुख विप्रियं वचः ।। पश्चात्तापश्च दातु: स्यात् दानदूषणपंचकम् ॥
અર્થાત–અનાદર, વિલંબ, મોં બગાડવું, અપ્રિય વચન બેલિવું અને પસ્તાવો કરે એ પાંચ દાતાના દાનનાં દૂષણે છે. આ દૂષણો ત્યજીને અને આહારની નિર્દોષ વસ્તુને નિષ્કામબુદ્ધિથી સુપાત્ર અતિથિને આપવી તે જ ખરું “અતિથિ સંવિભાગ” વ્રત છે. અતિથિને દાન આપવાનું માહાભ્ય જૈન ઉપરાંત જૈનતર ધર્મગ્રંથોમાં પણ કથવામાં આવેલું છે. કર્મકાંડી ગૃહસ્થ કે વાનપ્રસ્થ હોય અને વેદાંતમાં દર્શાવેલા વિધિ અનુસાર નિત્ય યજ્ઞ