________________
હર
કહે છે તમે કેાઈ દુઃખી જનને દુ:ખમાંથી મુક્ત કરો છો અને તેને તમે ધન આપો છો કે તમારા શરીર વડે તેનું દુ:ખ કાપો છો તેમાં પણ તમારા સ્વા છે. તમે એક મનુષ્યને દુ:ખી જોઈ તે દુ:ખ પામે છો અને તમારૂં હૃદય ખળે છે. એ હૃદયનેા દાહ દૂર કરવાના સ્વાથી તમે દુ:ખીને હર કાઈ પ્રકારની મદદ કરો છો અને તમારા સ્વાર્થ સાધી લો છો ! આ પ્રમાણે હેબ્સ, હ્યુમ વગેરે વિદ્વાનેા સેવાધર્મમાં પણ સ્વાત્તિ જુએ છે. વેદાંતીએ શ્ત્રને અ આત્મા’ કરી અધ્યાત્મદષ્ટિથી પેાતાના એક આત્મામાં સર્વ ભૂતાને અને સર્વ ભૂતાને પોતાના આત્મામાં સામાવેશ કરી સ્વાર્થ અને પરામાં રહેલા દ્વૈતભાવને નાશ કરી ખતાવે છે, અને કહે છે કે પરેપકાર એ સ્વાર્થ હાય તાપણું આખા જગના પ્રત્યેક પરમાણુના હિતસંબંધ તેની સાથે રહેલા છે. ‘સ્વા’ શબ્દના આવા સૂક્ષ્મ અર્થ કરવા એ ભલે સયુક્તિક હાય પરન્તુ તેથી સમાજને તેના હિતમાનું દર્શન કરાવી શકાય તેમ નથી. જે પોતાના આત્મામાં સર્વ ભૂતાને અને સર્વ ભૂતામાં પોતાને જોતે હાય, વસુધૈવ કુટુ=મના તત્ત્વને હસ્તામલકવત્ જોનારા તેમ જ અનુભવનારા હાય, તેવા મનુષ્યને તેા પરા કે પરેપકાર કરવાના ઉપદેશની પશુ જરૂર રહેતી નથી. તેનાં જ્ઞાનચક્ષુએ એટલાં ખુલેલાં હોય છે કે તે પેતે જ ઉપદેષ્ટા થઈ લોકેાને જગતના કલ્યાણને માર્ગે ચડાવવા સમર્થો હાય છે. અહીં ગ્રંથકારને તૃતીય અવસ્થામાં વિહરતા મનુષ્યને તેના કબ્યના ધ સમજાવવાના હેાવાથી તે મનુષ્યને પેાતાનું જગત્ પ્રત્યેનું ઋણ અદા કરી ઋણમુક્ત થવાનું કહે છે. જે દેશનાં હવાપાણીથી પોતાના દેહનું પોષણ થયું હોય, જે સમાજના શિક્ષણ કે વહેવારથી બુદ્ધિ ખીલી હેાય અને જેએ!ની પાસેથી નિર્વાહનાં સાધને પ્રાપ્ત થયાં હેાય તેની પ્રત્યે અદા કરવાનું કરજ મનુષ્ય કેવી વીતે ફેડવું? ગ્રંથકાર કહે છે કે તેમાં પ્રત્યુષારિની સેવા સમાશ્રીયતામ્—તે તે ઉપકારીએ પ્રત્યે પ્રત્યુપકારરૂપ સેવા બજાવવી જોઇએ. તેટલા માટે કહ્યું છે કેઃ
धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत् । तन्निमित्तो वरं त्यागो विनाशे नियते सति ॥