________________
ઘસ્યું રક્ષણ કરે છે. આમ જ્યારે ચરાચર જીવોમાં પણ પ્રત્યુપકાર વૃત્તિ જોવામાં આવે છે, ત્યારે બુદ્ધિમાન મનુષ્ય શું પ્રત્યુપકારના વ્યાપક નિયમો ભંગ કરશે ? નહિ જ. (૨૯)
વિવેચન—પિતા ઉપર ઉપકાર કરનાર ઉપર સામો ઉપકાર કરવો એ પ્રત્યુપકાર વૃત્તિ કહેવાય છે, કેટલાક તેને પરોપકાર કહે છે, પરંતુ વસ્તુતઃ તેને પ્રત્યુપકાર કહેવો તે વધારે યુક્ત છે. ફળની આશા વિના ઉપકાર કરવો એ પરોપકાર છે, પરંતુ એવા પ્રકારનો નિષ્કામ ઉપકાર કરવાનું શિક્ષણ સમાજમાં ત્યારેજ પ્રસરે કે જ્યારે એ પરોપકારમાં વસ્તુતઃ પિતાનું ઋણ અદા કરવા જે પ્રત્યુપકાર રહેલો છે એવું કોના ધ્યાનમાં ઉતારવામાં આવે. કેઈ આપણું પ્રત્યે ઉપકાર કરે તો પણ તે ઉપકાર કરનારે તે એમ જ સમજવું જોઈએ કે પોતે પ્રત્યુપકાર જ કરે છે અર્થાત પિતાનું ઋણ અદા કરે છે. એ ઋણ પિતાની દૃષ્ટિ સમીપે નહિ હોવા છતાં કુદરતે બજાવવાની પેલી ફરજ એ પ્રત્યેક મનુષ્યનું ઋણ છે એમ સમજીને જ તેણે એ ઋણ અદા કરવું જોઈએ. તે જ રીતે પ્રત્યક્ષ ઉપકારનો બદલો વાળનાર–સામે ઉપકાર કરનાર પણ પ્રત્યુપકારધારા ઋણ અદા કરે છે. આ પ્રત્યુપકાર દુનિયાનો પ્રત્યેક પદાર્થ અને પ્રાણી કરે છે, તેથી જ દુનિયાનો વ્યવહાર સારી રીતે ચાલે છે. એ પ્રત્યુપકાર વૃત્તિ કેટલી વ્યાપક છે–પ્રત્યેક વસ્તુ કે પ્રાણીમાં પિતાનું ઋણ અદા કરવાનો ખ્યાલ કેટલો બળવત્તર છે તે ગ્રંથકાર બતાવે છે કે–વૃક્ષો પોતાનું પિોષણ કરનારને પાકાં ફળ આપે છે, ગાયે પિતાના પાલકને દૂધ આપે છે અને કૂતરાઓ પણ પોતાના પાલકના ઘરનું રક્ષણ કરે છે. હવે એ જ રીતે બીજી બાજુએથી વિચારીએ તે પોતાને ફળ આપનાર વૃક્ષોને લોકો પાણી પાય છે અને ખાતર પૂરે છે, દૂધ આપનાર ગાયને લકો ખોરાક આપે છે અને ઘરનું રક્ષણ કરનાર કૂતરાઓને રોટલો ખવાડે છે; આ પ્રમાણે જનાવરે અને મનુષ્યો પરસ્પર પ્રત્યુપકાર કરે છે.
શંકા-એક કૂતરે આપણા ઘરનું રક્ષણ ન કરતો હોય છતાં આપણે તેને રોટલે ખવાડીએ તો તે પણ શું પ્રત્યુપકાર કહેવાય?