________________
રાખી હોય છે, તે છૂટન પણ દેશાવકાશિક વ્રતમાં સંક્ષેપ કરે તેવા હેતુથી આ વ્રત યોજવામાં આવ્યું છે. આથી પાપપ્રવૃત્તિમાં મનુષ્ય સંયમ રાખતાં શીખે છે અને જેમ જેમ તે પિતાના ગમનાગમન અને જરૂરીઆત માટેની દિશાઓ ટૂંકી ને ટૂંકી કરતો જાય છે, તેમ તેમ તેની અંતમુર્ખતાને વિકસવાની તક મળતી જાય છે. જૈન શાસ્ત્રમાં આ વ્રતને માટે પાંચ અતિચાર કહેવામાં આવેલા છે –
प्रेष्यप्रयोगानयनं पुद्गलक्षेपणं तथा । हाब्दरूपानुपातौ च व्रते देशावकाशिके ॥
અથાત–ચાકરને મેકલવો, બહારથી કાંઈ મંગાવવું, પુદ્ગલકાંકરો કિંવા કાંઈ પદાર્થ ફેંકવો, શબ્દ કરી બહાર સંભળાવ, અને પોતાનું રૂપ બતાવવું, એ પાંચ અતિચાર છે. મર્યાદિત કરેલી જગ્યામાં જ રહ્યા છતાં ઉપરના દોષો કરી શકાય છે; અને જે દેશાવકાશિક વ્રતનો હેતુ અમુક જગ્યામાં કાયાને ગંધાઈ રહેવા દેવી એટલે જ હોત, તો આ પાંચ દવાથી એ વતનો ભંગ થયો લેખાત નહિ; પરન્તુ મન, વચન અને કાયાના સંયમને અનુલક્ષીને આ વ્રત આદરવાનું હોવાથી ઉપર બતાવેલા દેષ કરવા ઘટે જ નહિ. કાયાનું બંધન તે માણસ પણ ખાટલામાં પડ્યો પડ્યો કયાં વેઠ નથી ? તે ત્યાં પડ્યો પડ્યો લાખો રૂપિયાના વેપાર કરે છે, કાંઈ કાંઈ કપટ ઠગાઈના પ્રયોગ આદરે છે, સાચાં–જૂઠ બોલે છે અને કોઈને ત્રાસ આપે છે તો કોઈને ગાળો ભાંડે છે! શું એ માણસ દેશાવકાશિક વ્રત ધારણ કરનાર લેખાશે ? નહિ જ. મન, કાયા અને વાણીને સંયમમાં રાખવા માટે જ એ વ્રત છે અને તેટલા માટે ગ્રંથકાર પિતાના લોકમાં અતિચારોનું દર્શન કરાવવાની આવશ્યકતા નહિ જોતાં સંક્ષેપમાં જ કહે છે કે પર્વોદયા પ્રતિપાત્રમ્ અર્થાત્ આ વ્રત છ કોટીએ પાળવું. છ કોટી એટલે શું? મન વચન અને કાયાથી કોઈ કાર્ય કરવું કે કરાવવું નહિ તે. એકંદરે નવ કોટિ છે અને આ છે કોટિમાં મન વચન અને કાયા વડે અનુમોદવું એ ૩ કોટિ ઉમેરવાથી નવ કોટિ થાય છે. નવ કોટિએ પ્રત્યેક વ્રત આદરવું એ અત્યંત ઈષ્ટ છે. જૈન મુનિઓને