________________
દુ:પ્રવૃત્તિમાં ચડવા દેવાં યુક્ત નથી અને તેટલા માટે ગ્રંથકારે એ ત્રણે વડે થતા દોષનો ત્યાગ કરવા સૂચવ્યું છે. સામાયિક કરીને મનમાં વ્યાપારાદિના, કોર્ટ–દરબારના ઝગડાના, પોતાના લાભાર્થે કોઈનું અનિષ્ટ કરવાના અને એવા બીજા વિચારે કરવા, સામાયિક કરીને વાવડે દુ:ખ પ્રવૃત્તિ કરવી, જેમકે બીજાઓ સાથે વ્યવહારની વાત કરીને તેમાં ઇષ્ટાનિષ્ટ સલાહ આપવી, યાતકા બોલવું, કોઈને ઠપકે આપવો કે ગાળ દેવી અને સામાયિક કરીને કાયાનો અનિષ્ટ વ્યવહાર કરવો, એ બધાં સામાયિકના લાભને ગુમાવનારાં છે. વચન અને કાયાને દુ:પ્રવૃત્તિમાં જવાથી મને તે તેની મળે જ દુ:પ્રવૃત્તિમાં વેજાઈ ચૂક્યું હોય છે; અને સામાયિક એ માનસિક સમતાને માટે હોઈ એ ત્રણે વડે થતાં અનિષ્ટ કાર્યો ત્યજવાં જ યુક્ત છે. મન શાંતિ-સમાધિ કે શુભ વિચારોમાંથી ભ્રષ્ટ ન થાય માટે એકાંતમાં સામાયિક કરવું અને ધાર્મિક ગ્રંથનું વાચન કરવું એ વધારે ઇષ્ટ છે. મનને અન્ય માર્ગે જવા દઈને શરીર વડે સામાયિક કરી બેસવાથી કિંવા દેવની પૂજા કરતાં મિત્રો સાથે વાર્તાલાપ કરતા રહેવાથી જે માનસિક લાભ થવો જોઈએ તે થતો નથી. જે લાભ સૂક્ષ્મતામાં રહેલો છે તે લાભ ક્રિયાની સ્કૂલતામાં રહેલું નથી. મન, વાણી અને કાયાના આવા ૩ર દોષા જૈન શાસ્ત્રોમાં કહેલા છે, અને એ દોષો ટાળવાને પાંચ અતિચારો કહેલા છે -
कायवाङ्मनसा दुष्टप्रणिधानमनादरः ।
स्मृत्यनुपस्थापनं च स्मृताः सामायिकवते ॥ અર્થાત-મન, વચન અને કાયાથી દુષ્ટ આચરણ કરે તે ત્રણ, સામાયિકમાં આદર-ઉત્સાહ રાખે નહિ તે ચાર અને વ્રતના કાળ વગેરેનું સ્મરણ કરે નહિ તે પાંચ, એવા સામાયિકના અતિચાર-દોષ છે; એ દોષ ટાળીને સામાયિક કરવાથી લાભ થાય છે. ઉત્સાહ-આદર વિનાનું સામાયિક માત્ર ધૂળ થાય છે અને સમય–બે ઘડીની નકકી કરેલ સમય પૂરે નહિ કરવાથી ઉતાવળ કરવાથી ચિત્તવૃત્તિને પૂરી શાન્તિ મળતી નથી. (૨૪)
[ હવે દસમા દશાવકાશિક વત વિશે કહેવામાં આવે છે ].