________________
૫૮
વિવેચન–એ ઘટિકા પર્યત શુભ ધ્યાનપૂર્વક એક સ્થળે બેસી રહીને શુભ ચિંતન, ધર્મવિચાર અને વૃત્તિને ઉચ્ચતર બનાવે તેવા અભ્યાસમાં સમય ગાળવો તેને સામાયિક કહે છે. સંસારી જનોને હવારથી સાંજ સુધી અનેક પ્રકારના સારા-માઠી વ્યવહારમાં સમય ગાળવો પડે છે, અને અનેક સારી માઠી વૃત્તિઓ ઉભૂતતીરભૂત થાય છે. એક કાળે ક્રોધનો પ્રસંગ આવે છે, તો બીજે કાળે મહિનો પ્રસંગ આવે છે; એક ક્ષણે જૂઠું બોલવાનું મને થાય છે તો બીજી ક્ષણે દંભ કરવાનું મન થાય છે; એક વખતે દયા ઉત્પન્ન થાય છે તે બીજે વખતે પોતાનું અહિત કરનારનું નિકંદન કરવાનું મન થઈ આવે છે. જે મનુષ્ય આવી ચિત્રવિચિત્ર પ્રકારની વૃત્તિઓમાં જીવનભર રગદોળાયા કરે તો પછી તેના મનસૂની અદશા જ આવતી જાય છે. આવા વ્યવહારરૂપી ખારા સમુદ્રની વચ્ચે મીઠી વીરડી રૂપ સમ+ આય+ઈક=સમત્વનો લાભ કરાવનાર સામાયિકની આવશ્યકતા એકલા જૈન ધમ માં જ સૂચવી છે એમ નથી. અન્ય ધર્માચાર્યોએ પણ ચિત્તને સમતાનો પરિચય કરાવવા માટે સંપાસના, નિમાજ, પ્રેયર ઈત્યાદિની આવશ્યકતા દાખવી છે. મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે એમ શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું છે, તો મનની અધમ દશા ન થાય તેટલા માટે તેને સમતામાં રસ લેનારું કરવાનો યત્ન એવો આવશ્યક છે. એક સ્થળે કહ્યું છે કે
તાર્ષીય પારિતો નઃ एकेन ध्यानयोगेन कलां नार्हति षोडशीम् ।।
અર્થાત—કાઈ મનુષ્ય સે વર્ષ સુધી એક પગે ઉભા રહીને તપ કરે તોપણ તે એક ધ્યાનગની સોળમી કળાને યોગ્ય પણ થાય નહિ. દેહદમન વડે જ્યાં સુધી મનોદમન ન થાય ત્યાંસુધી એ દેહદમનનું મૂલ્ય સ્વલ્પ જ રહે છે. તેથી ધ્યાનયોગરૂપ સામાયિકનું મૂલ્ય ઉપરના શ્લોકમાં દેહદમન કરતાં. વિશેષ આંકવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રગ્રંથમાં તે એટલે સુધી કહ્યું છે કે
दिवसे दिवसे लक्खं देह सुवनस्स. खंडियं पगो । इयरो पुण सामाइयं करेइ न पहुप्पए तस्स ॥ ..