________________
પ૦
કૃcomનિષ: ૨૦ . नो सौख्येन विना परार्थकरणे वृत्तिदृढा जायते। सन्तोषेण विना सुखं न लभते राजा धनाढ्योऽथवा ।। सन्तोषो न धनेन संभवति यल्लाभे च लोभोदयस्तत्तष्णामवरुध्य पञ्चममिदं शीघ्रं गृहाण वतम् ॥
તૃષ્ણાનો નિરોધ. ભાવાર્થ—જ્યાંસુધી પિતાને સુખ ન હોય ત્યાં સુધી પરોપકાર કરવાની દઢ વૃત્તિ થતી નથી. રાજા હોય કે ધનાઢય હોય પણ જ્યાં સુધી સંતોષ ન ઉત્પન્ન થાય ત્યાંસુધી સુખ મળતું નથી. પૈસાની પ્રાપ્તિ થાય તેથી કંઈ સંતોષ થઈ જતો નથી, કેમકે જેમ જેમ લાભ મળે તેમ તેમ લભ વધતા જાય; માટે સંતોષ અને સુખ મેળવવાને એ જ માર્ગ છે કે તૃણાને રોકીને ઉપર જણાવેલ પાંચમું વ્રત જલ્દી સ્વીકારવું. (ર૦)
વિવેચન-તૃષ્ણને નિરોધ એ જ સંતોષપ્રાપ્તિનો દરવાજો છે અને સંતોષપ્રાપ્તિના મંદિરમાં પ્રવેશ કર્યા પછી જ પાર્થસાધના કરવાની તત્પરતા મનુષ્યમાં આવે છે; કાઉપર કહે છે તેમ–
It is content of heart
Gives Natare power to please; The mind that feels no smart
Enlivens all it sees. અર્થાત-જે હૃદય સંતુષ્ટ છે તે પ્રકૃતિમાં આનંદ જુએ છે અને જે મન ચંચલતા કે અસંતુષ્ટતાથી રહિત છે તેને જ્યાં ત્યાં આનંદ પ્રકાશ જ દેખાય છે. આ આનંદનો પ્રકાશ તૃષ્ણાખોર મનુષ્યને તો જીવનમાં કદાપિ દેખાતો નથી, કારણકે તેની તૃષ્ણનો અંત જ હોતું નથી અને સંતોષ તે તેને સ્વમમાં પણ મળતો નથી. કેટલાક માને છે કે જેમ વધારે ધન મળે