________________
પદાર્થો, વાહને, શાઓ, અંગવિલેપનના પદાર્થો, સ્ત્રીસેવન, શાક-ફળ -ફૂલ ઇત્યાદિ, અને દુષ્ટ ધંધા વ્યાપાર જેવાં કે વન કપાવવાં અને તેને આગ લગાડી કાયેલા પડાવવા, હાડકાંને વેપાર કરે, માંસ-મદિરા વેચવાં, ઘાણી વગેરેનાં કારખાનાં કરવાં, ઘોડા-બળદને ખસ્સી કરી વેચવાં, ધંધા માટે પશુ પક્ષીને પાળી તેમને વધારે દામ આપનારને વેચવાં, ઇત્યાદિ કાર્યોમાંના દૂષિતને ત્યજીને અદૂષિતને માટે પણ મર્યાદા બાંધવી જોઈએ. મીલ કે કારખાનું ચલાવવું એ પણ એક દૂષિત કર્મ છે અને જૈન ધર્મની દૃષ્ટિએ તે ત્યાજ્ય છે, પરંતુ ચાલુ વ્યવહારને કારણે એવાં કાર્યોનો સર્વથા ત્યાગ કરવાનું અશક્ય હોઈ એવાં કાર્યોમાં મર્યાદા બાંધવી એ આ અવસ્થામાં દાખલ થએલાન માટે અવશ્ય હિતાવહ છે. (૨૧) [હવે અષ્ટમ વત વિષે વિવેચન કરવામાં આવે છે ].
અનર્થveનિવૃત્તિવ્રતમ્ ૨૨ . सम्पद्धानिसुतादिमृत्युसमये चित्ते न शोचेन्मनाङ्। नाऽऽलस्यं यतनाविधावुपचयः शस्त्रायुधादेन वा । यस्कस्याऽपि न पापकर्मविषये कुर्यान्मनाक् प्रेरणमेतल्लक्षणमष्टमं व्रतमिदं कौघसंरोधकम् ॥
નિષ્પાજન પાપની નિવૃત્તિરૂપ આઠમું વ્રત. ભાવાર્થ અપધ્યાન, પ્રમાદ, હિંસક શસ્ત્રસંચય અને પાપપદેશ એ ચાર અનર્થદંડ કહેવાય છે, તેનાથી નિવવું એટલે સંપત્તિની હાનિ થાય કે પુત્રાદિકનું મૃત્યુ થાય તે વખતે પણ મનમાં જરા શેચ ન કરે, જીવરક્ષણાદિ કાર્યોમાં કંઈ પણ આલસ્ય ન કરવું, પ્રાણહારી શસ્ત્ર અને આયુધાદિનો સંગ્રહ ન કરે, અને પાપાનુકાનની બાબતમાં કોઈને કંઈ પ્રેરણા ન કરવી, એ જ કર્મના સમૂહને રોકનાર આઠમા વ્રતનું લક્ષણ છે. (૨૨)