________________
પ૩
જૂદા જુદા પ્રકારનાં પાપો વધારે થાય છે અને જેમ જેમ ભોગ્ય વસ્તુઓ વધારે ભોગવાતી રહે છે, તેમ ઈ િવધારે બહેકતી જાય છે અને ત્રીજી અવસ્થાને માટે આ કર્તવ્યો ઉપદેશવામાં આવ્યાં છે, એટલે એ અવસ્થામાં આવેલા મનુષ્ય તે આવી મર્યાદા બાંધવી તે જ ઉચિત છે. કહ્યું છે કે–
जगदाक्रमप्रमाणस्य प्रसरलोभवारिधेः । स्खलनं विदधे तेन येन दिग्वितिः कृता॥
અર્થાત–જે મનુષ્ય આ દિગ્વિતિરૂપ વ્રત ગ્રહણ કરે છે, તે આ જગતનું આક્રમણ કરનાર ભરૂપી મહાસમુદ્રની ખેલના કરે છે. આ કથન સત્ય છે. હજારો ગાઉ દૂરના જ નહિ પણ લાખ અને કરોડો ગાઉ દૂરના–દરિયાપારના દ્રવ્યને મેળવવા માટેનો લોભ જેઓ છાંડવા માંગતા હોય તેમણે આ દિશાવતને અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, એટલું જ નહિ પણ જે મુનિજનાએ આપણા ભારતવર્ષના દરિયાકિનારા સુધીનું જ દિશામાન ગ્રહણ કર્યું હોય, તેમણે દરિયાપારની ભોગ્ય વસ્તુઓનો ઉપભોગ કરતાં પણ અટકવું જોઈએ. વિદેશી કાપડ એ દરિયાપારથી આવે છે અને મર્યાદા કરેલી દિશાની બહારનું કાપડ ધારણ કરવું એ યુક્ત નથી.
પરિગ્રહની મર્યાદા કરવાથી તૃષ્ણાનો નિરોધ થાય છે, પરંતુ જ્યાં સુધી ભોગપભોગના પદાર્થોની મર્યાદા કરવામાં આવે નહિ ત્યાં સુધી મન તથા ઈન્દ્રિયોને નિરોધ પૂરો થતો નથી.
सकृत्सेवोचितो भोगो ज्ञेयोऽन्नकुसुमादिकः । मुहुः सेवोचितस्तूपभोगः स्वागनादिकः ॥
અર્થાત–એક વખત સેવવાયેગ્ય અન્ન, પુષ્પ વગેરે ભોગ કહેવાય છે અને વારંવાર સેવવા યોગ્ય સુવર્ણ, સ્ત્રી વગેરે ઉપભોગ કહેવાય છે. ભગ અને ઉપભોગની વસ્તુઓ દુનિયામાં સેંકડો અને હજારે છે, અને તેમની નિર્દોષ ચીજોને તે માટે પસંદ કરી સદોષ ચીજોને ત્યાગ કરવો એ નિગ્રહના અભિલાષી મનુષ્યને માટે યુક્ત છે. તૃતીય અવસ્થાના સેવાધર્મને ગ્રહણ કરનાર મનુયે જૂદા જૂદા ખાદ્ય-પેયના પદાર્થો, પહેરવાનાં વસ્ત્ર, મુખવાસના