________________
જિન શાસનનાં
શિલ્પ-સ્થાપત્યનો વૈભવ ઃ સંસ્કૃતિનું નંદનવન
જૈનોની સાંસ્કૃતિક સંપત્તિસ્વરૂપ જૈન શિલાલેખો, શિલ્પ-સ્થાપત્યો અને પૂર્વજોની પરંપરા પ્રમાણે
શિલ્પશાસ્ત્રને આજ સુધી સાચવી વિવિધ કલાકૃતિયુક્ત જિનાલયો, જિનબિંબો તથા જૈન આર્ટ ગેલેરીની શોભા વધારનાર સોમપુરા પરિવારોએ શિલ્પકળાની પ્રસરાવેલી શાશ્વત સૌંદર્ય સુગંધ યુગો સુધી અવિચળ, અને અમર રહેશે. ઓરિસ્સાના ગુફામંદિરો અને ગુફાગૃહો, સમૃદ્ધ
ગોમટેશ્વર, શ્રવણ કોતરણીવાળા કેવાળો, મથુરાના પ્રાચીન અવશેષોમાં સુંદર રીતે શણગારેલા !
બેલગોડા, બેંગલોર તોરણો અને આયાગપટો એ બધા માત્ર અવશેષો જ નહિ પણ કલાલક્ષ્મીજીના જીવંત દશ્યો છે. આ ધરા ઉપરના જિનપ્રસાદોના સન્મુખદર્શનો, શિલ્પોના મનોહર દશ્યો, જિનેશ્વરદેવોની વિરાટકાય પ્રતિમાઓ. મંદિરોના સોહામણા પ્રવેશદ્વારો, પ્રાચીન પરાવશેષો. ચિત્રશૈલી વાસ્તુકલાનો અનેરો વૈભવ, અર્વાચીન ધર્મસ્થાનકો, કલાકારીગરીથી શોભતા જિનમંદિરોના વિવિધ અંગોના દર્શન-વંદનથી ધર્મ પરત્વેની આપણી શ્રદ્ધાભક્તિમાં વધારો થાય છે. આ પ્રકાશનગ્રંથમાં જ શિલ્પસ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળશે. ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળ્યું છે તેમ શિલ્પમાં પણ પાર્શ્વનાથની વિલક્ષણતા આગવી તરી આવે છે. મહારાષ્ટ્રના શીરપુરમાં, ભદ્રાવતી ભાંડકમાં, સિકન્દ્રાબાદની બાજુમાં અલીરમાં, પ્રસિદ્ધ કુલપાકજી તીર્થમાં, (આદિનાથજીની) તામીલનાડુમાં ગુડીવાડા સ્ટેશન પાસે એ જ પ્રદેશમાં એક મ્યુઝીયમમાં અને એમ અનેક સ્થળે અર્ધ પદ્માસનવાળી તથા કાયોત્સર્ગ મુદ્રામાં એક જ તીર્થકરની આટલી મોટી સંખ્યામાં પ્રતિમાજી બીજા કોઈ તીર્થકરની જાણમાં નથી.
જૈન દર્શને કલાકારોને પણ સમાશ્રય આપીને ઘણું મોટું પાયાનું કામ કર્યું છે. પાલિતાણા શત્રુંજય તીર્થ અને તળેટીમાં આજ સુધીમાં જે અદ્ભુત જિનાલયો રચાયાં તેનાથી દેવી સૃષ્ટિનું સ્વર્ગ ધરતીના પ્રેમમાં પડીને જાણે પૃથ્વી પર ઊતરી આવ્યું હોય એમ લાગે છે.
જૈન ધર્મના સુપ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્ર'માં પણ તીર્થકરોએ પ્રથમ ધર્મોપદેશના આપી હોય તેવા સભામંડપોનાં વર્ણનો જોવા મળે છે. પાલિતાણા ઉપરાંત પાવાપુરીજી, હસ્તગિરિજી, કદમ્બગિરિજી, રાણકપુર, સમેતશિખરજી, ગિરનારજી, રૈવતક પર્વત પરનાં તીર્થો, કેસરિયાજી, તાલધ્વજ, મહુડી અને અન્ય સ્થાનોનાં જિનાલયોના પથ્થરોમાં ઊતરી આવેલાં અજર-અમર કાવ્યો જેવાં છે. કહો : ગીત ગાયા પત્થરોને! સોમપુરા શિલ્પીઓએ મંદિરોની સૃષ્ટિ ખડી કરવામાં આનુવંશિક રીતે બહુ મોટું પ્રદાન કરેલું છે. સ્વનામધન્ય શ્રી પ્રભાશંકરભાઈ તથા હરિભાઈ તેમજ
અન્ય તજ્જ્ઞોએ ભારતનાં રૂપ, રંગ અને સજાવટમાં દિલ દઈને કામ કર્યું છે. દૈવી સૃષ્ટિનું વિરાટ સ્વરૂપ ઃ
દક્ષિણ ભારતમાં, માત્ર કેરાલામાં જ એક સમયે ૭૦૦ જિનાલયો ઝળહળતા હતા. આજેય ઘણા પ્રાચીન અવશેષો ત્યાં મોજૂદ છે. દક્ષિણના ચાર રાજયો કર્ણાટક, કેરાલા, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જૈન ધર્મ વિશાળ રીતે ફેલાયો હતો. દેવપૂજા, દેવીપૂજા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org