________________
ઝળહળતાં નક્ષત્રો
શ્રી જાવડશા પણ મહુવાના નરરત્ન હતા. શ્રી સિદ્ધગિરિજી, શ્રી ગિરનારજી અને શ્રી પ્રભાસ-પાટણ એ ત્રણેય તીર્થધામોમાં સવા-કરોડ સોનૈયાની કિંમતના ત્રણ રત્નો ઉછામણીમાં બોલીને તીર્થમાળ પહેરવાનો અણમોલ લહાવો લેનાર શ્રેષ્ઠીરન જગડુશા પણ મહુવા-સૌરાષ્ટ્રના જ પનોતા પુત્ર હતા. | તીર્થોના પ્રાંગણ સમું સૌરાષ્ટ્રનું ઐતિહાસિક શહેર આજનું જૂનાગઢ, જ્યાં બાળબ્રહ્મચારી, બાવીશમા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથનાં દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણકો થયાં-અને આજે પણ એક એવો ધ્વનિ સતત સંભળાય છે કે આગામી ચોવીશીના ચોવીશે તીર્થકરો ગિરનાર ઉપર જ મોક્ષ પામવાના છે. કામવિજેતા સ્થૂલિભદ્રજી, સુદર્શન શેઠ, વિજય શેઠ અને જંબૂસ્વામી જેવા નૈષ્ઠિક બ્રહ્મચર્યના ધારક પુરુષો આદર્શ બન્યા તો સીતા, સુભદ્રા અને દમયંતી જેવી શીલસંપન્ન સ્ત્રીઓનો ઇતિહાસ આ ભૂમિને ભારે મોટું ગૌરવ અપાવી ગયો.
આ ધર્મભૂમિનું ઓજસ તો જુઓ! સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા રાજાઓને પ્રતિબોધ આપનાર કલિકાલ સર્વજ્ઞ આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.ની જન્મભૂમિ ધંધુકા(સૌરાષ્ટ્ર) અને ખરતરગચ્છપ્રવર્તક આ. જિનદત્તસૂરિજીની જન્મભૂમિ ધોળકા (ગુજરાત) હતી. પરમ પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજની પ્રેરણાથી ચિકાગોમાં ભરાયેલ વિશ્વધર્મ પરિષદમાં અને યુરોપના અન્ય દેશોમાં જૈનધર્મની મહત્તા પ્રસ્થાપિત કરનાર બેરિસ્ટર વીરચંદ રાઘવજી ગાંધી પણ આ સૌરાષ્ટ્ર-ભૂમિનું જ નરરત્ન હતા. કદમ્બગિરિ, જ્યાં ગત ચોવીશીના કદમ્બ ગણધર સિદ્ધિપદને પામ્યા; હસ્તગિરિ, જ્યાં ભરત મહારાજાના ૫00 હાથીઓ સ્વર્ગગતિ પામ્યા; મોરબી પાસેનું વવાણિયા, જ્યાં શ્રીમદ્ રાજચંદ્ર જેવી તેજસ્વી પ્રતિભાનું પ્રાગટ્ય થયું.
આજનું વલ્લભીપુર, જે મૈત્રક રાજાઓના સમયમાં ગુજરાતની રાજધાની ગણાતું. ત્યાં વિક્રમ સંવત ૫૧૦માં જૈન સિદ્ધાંત ગ્રંથો અને આગમો પુસ્તકારૂઢ કરવા શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવિરોની નિશ્રામાં જે ઐતિહાસિક પરિષદ મળેલી તે આ પુણ્યભૂમિના પ્રતાપે જ.
ઘોઘાના નવખંડા પાર્શ્વનાથ, ઉનાના અમીઝરા પાર્શ્વનાથ અને દેલવાડાના ચિંતામણિ પાર્શ્વનાથની ચમત્કારિક ઘટનાઓએ જે ભૂમિની ધર્મજ્યોતને દિવેલ પૂરું પાડ્યું છે; જૈન સાહિત્યનાં પૃષ્ઠો પર નોંધાયેલી ધનાઢ્ય જૈન યશોગાથા જ્યાં કંડારાયેલી છે, તે સજ્જનમંત્રીની જન્મભૂમિ ગણાતું આજનું વંથલી (વનસ્થલી), શ્રાવિકારત્ન જવલબાઈની ઉગ્ર તપશ્ચર્યાઓ સાથે સંકળાયેલું આજનું માંગરોળ, આરાધના અને જિનભક્તિએ જિનશાસનને ભારે મોટી યશકલગી ચડાવી છે તે સૌરાષ્ટ્રનું ધર્મપુરી આજનું ધમધમતું સુરેન્દ્રગનર, જ્યાંના આરાધ્ય એવા દર્શનીય દેદીપ્યમાન જિનમંદિરોએ જૈનધર્મની તેજકિરણાવલીનું સુરેખ ચિત્ર ખડું કરી દીધું છે તે પુરાણી નગરી વર્ધમાનપુરી. એમ કહેવાય છે કે ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાનસ્વામી--મહાવીર પરમાત્મા અહીં વિચર્યા હતા ત્યારથી આ નગરી વર્ધમાનપુરીના નામથી પ્રસિદ્ધ છે જે આજે વઢવાણ તરીકે ઓળખાય છે. અર્ધસિદ્ધગિરિસમાન જિનમંદિરો જેના ખોળે રહી જનસમૂહને આકર્ષી રહ્યા છે તેવું શહેર જામનગર, રિદ્ધિ-સિદ્ધિનાં સ્મૃતિચિહ્નો જેવાં ગુજરાતનાં સંખ્યાબંધ દેરાસરો આજે પણ જૈન-જૈનેતરોને અહર્નિશપણે પ્રેરણા અને ભક્તિરસના પીયૂષ પાઈ રહ્યાં છે, એ આ ભૂમિનો જ પ્રભાવ માનવો રહ્યો ને? આ ધરાના પ્રબળ પુણ્યબળની પ્રતીતિ થાય છે. આત્માની મલિનતાને ધોઈ નાખનારી તરણતારણ આ ધરાને લાખ લાખ વંદના.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org